બિટકોઇન ફરી ઉછળ્યો: IC15-ઇન્ડેક્સ 2.43% પોઇન્ટ વધ્યો

મુંબઈઃ બિટકોઇનનો ભાવ વધી ગયા બાદ હવે એમાં વોલેટિલિટી પણ વધી ગઈ છે. મંગળવારે સવારના ભાગમાં ભાવ 45,000 ડૉલર વટાવી ગયા બાદ એકાદ કલાક પછી ફરી નીચે આવીને 44,000 થયો હતો. વૈશ્વિક સ્તરની અકાઉન્ટિંગ અને મૅનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની કેપીએમજીની કેનેડા શાખાએ બિટકોઇન અને ઈથેરિયમમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો તેને પગલે બિટકોઇન ઉછળ્યો હતો. એ ઉપરાંત બિટકોઇનના માઇનિંગ પર લક્ષ કેન્દ્રીત કરનારા એક નવા પ્રકારના એક્સચેન્જ ટ્રેડેડ ફંડને અમેરિકામાં મંજૂરી આપવામાં આવી એ ઘટના પણ બિટકોઇન માટે સાનુકૂળ નીવડી છે.

ગયા ચાર દિવસોમાં બિટકોઇનના ભાવમાં આશરે 18 ટકાની વૃદ્ધિ થઈ છે. તેમાં 229 મિલ્યન ડૉલરની શોર્ટ પોઝિશન સુલટાવી દેવામાં આવી છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 2.43 ટકા (1,525 પોઇન્ટ) વધીને 64,179 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 62,654 ખૂલ્યા બાદ ઉપરમાં 66,604 અને નીચામાં 62,620 પોઇન્ટ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
62,654 પોઇન્ટ 66,604 પોઇન્ટ 62,620 પોઇન્ટ 64,179 પોઇન્ટ

ડેટાનો સમયઃ 8-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]