ચૂંટણીમાં મતદાન કરો અને હીરોની આ ઓફરનો લાભ ઉઠાવો

નવી દિલ્હી– દેશમાં લોકસભાની ચૂંટણી શરુ થઈ ગઈ છે. વિશ્વના સૌથી મોટા ગણતંત્રના આ મહાપર્વને ઉજવવા માટે દેશની સૌથી મોટી ટુવ્હિલર નિર્માતા કંપની હીરો મોટો કોર્પ તેમના ગ્રાહકો માટે એક વિશેષ ઓફર લઈને આવ્યું છે. આ ઓફર હેઠળ મત આપનાર ગ્રાહકોને કંપની માત્ર 199 રૂપિયામાં જ બાઈક સર્વિસ કરવાની તક આપી રહ્યું છે.

હીરો મોટો કોર્પ એ સત્તાવાર રીતે આ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ મત આપીને પોતાની આંગળી પર લગાવેલી સ્યાહીને તેમના નજીકના ડિલરશીપને ત્યાં બતાવવાની રહેશે. ત્યાર બાદ તમારી બાઈકની સર્વિસ કંપની માત્ર 199 રૂપિયામાં કરી આપશે. આ ઓફર દેશભરમાં લાગૂ થશે. મતની તારીખ બાદ આગામી બે દિવસો સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો.

પ્રાપ્ત જાણકારી અનુસાર કંપનીની આ ઓફર એપ્રિલ અને મે મહિના સુધી લાગૂ થશે. આ ઉપરાંત ગ્રાહકો તેમની બાઈકની સર્વિસ માટે પ્રી બુકિંગ પણ કરાવી શકે છે. હીરો મોટો કોર્પે આ ઓફર દેશભરના યુવાઓ પ્રતિ જાગૃતી લાવવા માટે શરુ કરી છે, જેથી વધુને વધુ લોકો મતદાન કરે અને આ ચૂંટણીને સફળ બનાવે.

મહત્વનું છે કે, પ્રથમ તબક્કાનુ મતદાન 11 એપ્રિલે થયું હતું. હવે હીરોના ગ્રાહકો ગઈકાલથી જ આ ઓફરનો લાભ ઉઠાવી શકશે. ઓફરનો લાભ લેવા માટે તમારે તમારા નજીકના હીરો ડિલર્સનો સંપર્ક કરવાનો રહેશે.