આશ્ચર્યઃ HALનું રેકોર્ડ ટર્નઓવર, એરફોર્સ પર હજી પણ 20 હજાર કરોડનું લેણું

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે 31 માર્ચના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં 19,400 કરોડ રુપિયાના ટર્નઓવરની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે વીતેલા નાણાકીય વર્ષના ટર્નઓવરના મુકાબલે 6 ટકા વધારે છે. નાણાકીય વર્ષ 2017-18 માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું ટર્નઓવર 18,284 કરોડ રુપિયા હતું. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર HAL નું ભારતીય વાયુસેના પર 20,000 કરોડ રુપિયા બાકી પણ છે.

આ બાકી એરક્રાફ્ટની ડિલીવરી અને તેમના મેન્ટેનન્સ સંબંધિત છે. સોમવારના રોજ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે નાણાકીય વર્ષ 2018-19માં કંપનીએ 41 નવા એરક્રાફ્ટનું નિર્માણ કર્યું છે, જેમાં હેલીકોપ્ટર પણ શામિલ છે. આ સાથે જ કંપનીએ 98 નવા એન્જિન બનાવ્યા છે અને એરક્રાફ્ટ્સ અને 540 એન્જિનોનું મેન્ટેનન્સનું કામ પણ કર્યું છે.

આપને જણાવી દઈએ કે કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા એરક્રાફ્ટ્સમાં 11 સુખોઈ-30MKI ફાઈટર જેટ, 7 તેજસ ફાઈટર જેટ્સ, 5 ડોરનિયર-228 એરક્રાફ્ટ, 3 ચીતલ હેલીકોપ્ટર અમે 15 એડવાન્સ્ડ ધ્રુવ હેલીકોપ્ટર્સનું નિર્માણ શામિલ છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા જે વિમાનોની મરામતનું કામ કરવામાં આવ્યું.

આમાં 15 સુખોઈ-30MKI, ઘણા મિરાજ-2000 અને જેગુઆર ફાઈટર જેટ, ટ્રેનર વિમાન કિરણ અને મોટી સંખ્યામાં હેલીકોપ્ટર્સનો સમાવેશ થાય છે. HAL ભારતના ફાઈટર જેટની મહત્વકાક્ષી યોજના તેજસ માર્ક-1 પર પણ કામ કરી રહી છે. જે અંતર્ગત કંપની ઉન્નત શ્રેણીના લડાકૂ વિમાનોના દેશમાં જ નિર્માણ કરી રહી છે. તે અંતર્ગત કંપની ઉન્નત શ્રેણીના લડાકુ વિમાનોને દેશમાં નિર્માણ કરી રહી છે. તો આ સાથે જ કંપનીએ બેસિક ટ્રેનર એરક્રાફ્ટ HTT-40 બનાવવાનો દાવો કર્યો છે, જેને આવતા વર્ષ સુધીમાં મંજુરી મળી શકે છે.