ફ્લિપકાર્ટનું ‘ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલ’: ઈલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સીસ ચીજો પર ડિસ્કાઉન્ટનો વરસાદ

મુંબઈ – જાણીતી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે ૧-૩ એપ્રિલ સુધી ‘ફ્લિપસ્ટાર્ટ ડેઝ’ નામે જબ્બર ડિસ્કાઉન્ટ્સ સાથે સેલ શરૂ કર્યું છે. ઘણી ચીજો પર તો એણે 80% સુધી ડિસ્કાઉન્ટ રાખ્યું છે. આ સેલ હવે પછી દર મહિનાના પહેલાં ૩ દિવસ એટલે કે દર મહિનાની ૧લી થી ૩જી તારીખે યોજાતું રહેશે. આની પાછળ એનો ઉદ્દેશ્ય એવો છે કે મોટા ભાગના લોકોનો પગાર એમના બેંક ખાતામાં આ ત્રણ દિવસોમાં ક્રેડિટ થઈ જતો હોય છે. આમ, ફ્લિપકાર્ટે દર મહિનાના આરંભે જ નવી નવી ચીજવસ્તુઓ ખરીદવાનો શોખ રાખતા ગ્રાહકોને લક્ષમાં રાખ્યા છે.

આ ૮0% ડિસ્કાઉન્ટ સેલ ફેશન તેમજ હોમ એન્ડ કિચન એપ્લાયન્સીસ તથા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ કે જેમાં લેપટોપ, ટેલિવિઝનથી માંડીને કેમેરા સહિતના ઉપકરણો ઉપર રહેશે. આ સેલને ફ્લિપકાર્ટે ‘ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલ’ નામ રાખ્યું છે. જો કે, મોબાઈલ ફોનને આ ‘ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલ’માંથી બાકાત રખાયા છે.

રેડીમેડ વસ્ત્રોની ૧૦૦૦થી વધુ બ્રાન્ડ ઉપર ૪0-૮0% ની છૂટ રાખવામાં આવી છે. અદિદાસ તેમજ રીબોક જેવા અન્ય બ્રાન્ડેડ શૂઝ ઉપર ૪0-૭0% તો ટૂરિસ્ટ બેગ્ઝ, ટ્રોલી તથા વોલેટ ઉપર ૫0-૮0% ડિસ્કાઉન્ટ છે. લેડિઝ તેમજ જેન્ટ્સ ડિઓડરન્ટ ઉપર પણ 40% જેટલી છૂટ છે. દરેક પ્રકારની કાંડા ઘડિયાળ ઉપર પણ 30-૮0% ડિસ્કાઉન્ટ છે. હેલ્થ અને પર્સનલ કેર એપ્લાયંસેસ ઉપર ૪0-૭0% જેટલી છૂટ છે.

અન્ય નોંધનીય ૭0% જેટલી છૂટ છે હેડફોન તેમજ સ્પીકર્સમાં. જ્યારે ૧૦,૦૦૦ મેગા હર્ટ્ઝ કેપેસિટીની પાવર બેંક રૂ.૫00થી શરૂ થાય છે. હાર્ડ ડિસ્ક રૂ.૩,૫૯૯થી શરૂ થાય છે.