હેકર્સ ક્રિપ્ટો ઈન્વેસ્ટરોના 3.8 અબજ ડોલર ચોરી ગયા

ન્યૂયોર્કઃ બ્લોકચેન એનાલિટિક્સ પ્લેટફોર્મ ‘ચેનએનાલિસિસ’ના જણાવ્યા મુજબ, ગયું વર્ષ ક્રિપ્ટોકરન્સી ઈન્વેસ્ટરો માટે બહુ ખરાબ રહ્યું હતું, કારણ કે એમાં હેકર્સે ઈન્વેસ્ટરોના 3.8 અબજ ડોલર ચોરી લીધા હતા. 2021માં આ ચોરીનો આંકડો 3.3 અબજ ડોલર હતો.

ગયા વર્ષમાં ઓક્ટોબર મહિનો ક્રિપ્ટોકરન્સી હેકિંગ માટે સૌથી ખરાબ રહ્યો હતો. તે એક જ મહિનામાં જુદા જુદા 32 હુમલા થયા હતા અને હેકર્સ 77 કરોડ 57 લાખ ડોલર ચોરી લેવામાં સફળ થયા હતા.