10 નેશનલ હાઈવેને લીઝ પર આપીને 66 અબજ ડોલરની કમાણી કરશે સરકાર

નવી દિલ્હીઃ સરકાર વધારે 10 નેશનલ હાઈવેને લીઝ પર આપીને આશરે 66 અબજ રુપિયા પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહી છે. આ રકમનો ઉપયોગ રોડ કન્સ્ટ્રક્શન માટે કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મેમ્બર રોહિતકુમાર સિંહેના જણાવ્યા અનુસાર સરકારની માલિકીહકના હાઈવેને લીઝ પર આપવાના બીજા રાઉન્ડ માટે  એપ્રિલમાં બોલી લગાવવામાં આવશે. આ હાઈવે ટોલ ઓપરેટ ટ્રાન્સફર મોડલ પર આપવામાં આવશે.

નેશનલ હાઈવેમાં રોકાણ કરવાને લઈને પ્રાઈવેટ સેક્ટરની રૂચિ રહી છે. આ હાઈવે માટે ટોપ ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી અને પેન્શન ફંડ્સ દ્વારા બોલી લગાવવામાં આવે તેવી શક્યતાઓ છે. લીઝ પર આપવામાં આવનારા હાઈવેની ઓળખ કરવામાં આવી રહી છે.

સરકારે હમણા જ ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં 9 જેટલા નેશનલ હાઈવેને લીઝ પર આપવા માટે નીલામી કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના ઈન્વેસમેન્ટ બેંકિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસીઝ ગ્રુપ મેક્વાયરીએ બોલી જીતી હતી. કંપનીએ 9 નેશનલ હાઈવે માટે 9,681 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી જ્યારે સરકારને માત્ર 6,258 કરોડ રૂપિયા જ મળવાની આશા હતી.