નવી દિલ્હીઃ સુગરની જમાખોરી અને કાળાં બજાર થતા રોકવા માટે સરકારે આદેશ કર્યો છે કે હવે સુગરના બધા ટ્રેડર્સ, જથ્થાબંધ વેપારીઓએ, રિટેલ વેપારીઓએઅ અને સુગરની પ્રોસેસ કરતા બધાએ હાજર સ્ટોકની માહિતી આપવી ફરજિયાત છે. આ માહિતી પ્રતિ સપ્તાહે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ (http://esugar.nic.in) પર અપલોડ કરવાની રહેશે. સરકારને અપેક્ષા છે કે આ પગલાથી એને દેશમાં સુગરની છૂટક કિંમતો સ્થિર જાળવી રાખવામાં મદદ મળશે.
સરકારની આ પહેલ સંપૂર્ણ રીતે ડિજિટલ છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એનાથી જમાખોરી કે સટ્ટાખોરીથી સુગર માર્કેટને સુચારુ બનાવવામાં મદદ મળી રહેશે. સરકારનું આ પગલું સુગર સ્ટોક પર વાસ્તવિક સમયમાં ડેટા પણ ઉપલબ્ધ કરાવશે. આ પગલાથી સરકારને નીતિ વિષયક નિર્ણય લેવામાં પણ મદદ મળી રહેશે.આ સિવાય સરકારે એનાથી જોડાયેલા નિયમો અને મન્થલી ક્વોટાના માપદંડોનું પાલન કરવા માટે સુગર મિલો અને વેપારીઓ પાસે પણ સહયોગની અપેક્ષા કરી રહી છે. એનું ઉલંલ્ઘન કરનાર મિલો વિરુદ્ધ સરકાર આકરી કાર્યવાહી કરશે.
ઓગસ્ટ, 2023ના અંતમાં 83 લાખ મેટ્રિક ટન સુગર સ્ટોક્સ હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં ઘરેલુ સુગર માગને પહોંચી વળવા માટે પર્યાપ્ત સ્ટોક છ અને તહેવારોમાં કોઈ અછત નહીં સર્જાય. આ સિવાય ઓક્ટોબર, 2023માં શેરડીની પિલાણની નવી સીઝન શરૂ થવાની છે. સરકારે 13 લાખ મેટ્રિક ટન ઘરેલુ વેચાણ ક્વોટાનો પહેલો હપતો જારી કરી દીધો છે. જેથી સુગર મિલો તત્કાળ અસરથી એનું વેચાણ પ્રારંભ કરે શકે છે.