મજબૂત ડોલરથી સોનાની કિંમતો ઘટી, જાણો તમારા શહેરમાં શું છે ભાવ?

અમદાવાદ: જીયોપોલિટીકલ ટેનસનના કારણે પાછલા ઘણા દિવસમાં શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાલા નીશાનમાં કારોબારની અસર સીધી સોના ચાંદી પર વરતાય રહી છે. ઉલ્લેખનીય છે કે સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 3 માર્ચના રોજ ખુલતા બજારે સોનામાં 240 રૂપિયાના ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 22 કેરેટ સોનાની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. દેશના મેટ્રો સીટીમાં સોનાનો ભાવ 86 હજાર 600 રૂપિયા છે. તો 22 કરેટે સોનાનો ભાવ 79 હજાર 300 રૂપિયા છે. એક કિલો ચાંદીની કિંમત 96 હજાર 900 રૂપિયા જોવા મળી છે.

ડૉલરની મજબૂતાઈના કારણે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. મહેતા ઇક્વિટીઝના રાહુલ કલંત્રીના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફ લાદવાથી ડૉલર મજબૂત થયો, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો. આ સિવાય ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો મુલતવી રાખવાની અટકળોએ પણ બુલિયન માર્કેટ પર દબાણ વધાર્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીના કારણે સોનાના ભાવ નબળા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમચાર લખતી સોનાનું રીકવરી મૂડમાં જોવા મળ્યું હતું જ્યાં MCX પર સોનાની કિંમતો મામૂલી તેજી સાથે 84680 આસપાસ જોવા મળી હતી. જ્યારે ચાંદીની કિંમતો 94700 આસપાસ જોવા મળી હતી.

સોનાની કિંમતો

શહેરનું નામ   22 કેરેટ સોનાનો દર  24 કેરેટ સોનાનો દર
અમદાવાદ ₹7,945 ₹8,667
દિલ્હી ₹7,955 ₹8,677
મુંબઇ ₹7,940 ₹8,662
ચેન્નઇ ₹7,940 ₹8,662
કોલકાતા ₹7,940 ₹8,662

 

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.