ગિફ્ટ નિફ્ટીનું OI 20.84 અબજ ડોલરની મહત્તમ સપાટીએ

અમદાવાદઃ નિફ્ટીએ મંગળવારે 26,000ની જાદુઈ સપાટી વટાવી હતી, ત્યારે ગિફ્ટ નિફ્ટીએ ભારતીય ઇક્વિટી બજારની ગ્રોથ સ્ટોરીની સાથે એક નવો માઇલસ્ટોન સ્થાપ્યો હતો. 24 સપ્ટેમ્બરે ગિફ્ટ નિફ્ટીએ 23 સપ્ટેમ્બરના 18.50 અબજ ડોલરની તુલનાએ 3,99,188 કોન્ટ્રેક્ટ થકી 20.84 અબજ અમેરિકી ડોલર રૂ. 1,74,275 કરોડ)ના મહત્તમ ઓપન ઇન્ટરેસ્ટનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. ઓપન ઇન્ટરેસ્ટમાં થતો નોંધપાત્ર વધારો એ ગિફ્ટ નિફ્ટીમાં વૈશ્વિકી રોકાણકારોનો સતત વધતો વિશ્વાસ દર્શાવે છે. 24 સપ્ટેમ્બરે 4,38,476 કોન્ટ્રેક્ટ થકી- 22.72 અબજ ડોલર (રૂ. 1,90,026 કરોડનું કુલ ટર્નઓવર નોંધાયું હતું.

ગિફ્ટ નિફ્ટીનો ત્રીજી જુલાઈ, 2023એ સંપૂર્ણ સંચાલનનો પ્રારંભ થયા પછી NSE IX પર ટ્રેડિંગ ટર્નઓવર ઝડપથી સતત વધતું રહ્યું છે. ગિફ્ટી નિફ્ટી શરૂ થયાના પહેલા દિવસથી 26.61 લાખ કરોડ કોન્ટ્રેક્ટસનું વોલ્યુમથી વધી 24 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 1.15 લાખ કરોડ ડોલરે પહોંચ્યું છે. ગિફ્ટ નિફ્ટીની આ ઝળહળતી સફળતાથી અમે ખુશ છીએ અને બધા સહભાગીઓના સહકાર અને ગિફ્ટ નિફ્ટીના કોન્ટ્રેક્ટને ટેકો આપવા માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ.