નવી દિલ્હીઃ ફ્યુચર રિટેલે કહ્યું હતું કે કંપનીએ કરિયાણા અને અન્ય ઘરેલુ માલસામાનો માટે દુકાનો ચલાવતી અમેરિકાની 7-ઇલેવન કન્વિનિયન્સ લિ.ની સાથે ફ્રેન્ચાઇઝી સમજૂતી ખતમ કરી દીધી છે. કિશોર બિયાણીની આગેવાની હેઠળની કંપનીએ 7-ઇલેવનની સાથે વર્ષ 2019માં સમજૂતી કરી હતી. આ સમજૂતી હેઠળ કંપની ભારતમાં અમેરિકી કંપનીની બ્રાન્ડનેમ હેઠળ દુકાનોનું સંચાલન કરે છે.
આ માસ્ટર ફ્રેન્ચાઇઝી સમજૂતી મૂળ રૂપથી ભારતમાં 7-ઇલેવન સ્ટોરના વિકાસ અને સંચાલન માટે કરવામાં આવી હતી. આ સમજૂતી ખતમ આપસી સહમતીથી કરવામાં આવી હતી, કેમ કે ફ્યુચર-7 સ્ટોર ખોલવા અને ફ્રેન્ચાઇઝીની ફીસની ચુકવણીનું લક્ષ્ય પૂરું કરવા માટે સક્ષમ નહોતી.
વળી, આ સમજૂતી ખતમ કરવાથી ફ્યુચર રિટેલ્ એક્સચેન્જને ફાઇલમાં કહ્યું હતું કે કંપની પર કોઈ નાણાકીય અથવા વ્યાવસાયિક અસર નહીં પડે, કેમ કે એ વ્યવસ્થા સબસિડિયરી કંપનીના સ્તરે હતી.