FIIએ ભારત સહિત એશિયન માર્કેટોમાં મોટી વેચવાલી કરી

વોશિંગ્ટનઃ આ સપ્તાહે ફેડરલ રિઝર્વની મિટિંગ પહેલાં બજારમાં ભારે ઉતાર-ચઢાવની વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FII) કેટલાંક મુખ્ય એશિયન બજારોમાં મૂડીરોકાણમાં કાપ મૂક્યો છે. US ફેડની બેઠકમાં માર્ચમાં વ્યાજદરમાં વધારાના સંકેત મળવાના અંદાજ છે. ઓવરસીઝ ફંડોએ આ સપ્તાહે અત્યાર સુધી તાઇવાન, દક્ષિણ કોરિયા અને ભારતમાં 3.1 અબજ ડોલરના શેરોની વેચવાલી કરી હતી. એ ઓગસ્ટ પછી કોઈ એક સપ્તાહમાં સૌથી મોટી વેચવાલી છે, જેયારે એક સપ્તાહમાં 4.9 અબજ ડોલરના શેરો વેચવામાં આવ્યા હતા.

MSCI એશિયા પેસેફિક ઇન્ડેક્સમાં બે સપ્તાહમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. અપેક્ષાથી વધુ નાણાં નીતિમાં સખતાઈ અને યુક્રેન-રશિયામાં ચાલી રહેલા ટેન્શનને લીધે વૈશ્વિક સ્ટોક માર્કેટને મોટો આંચકો લાગ્યો હતો. તાઇવાન અને કોરિયાના બેન્ચમાર્કોને તેમના મોટા ટેક એક્સપોઝરને કારણે નુકસાન થયું છે. વધુમાં, બોન્ડ યિલ્ડ વધતાં આ સેક્ટર પર વેચવાલીનો સૌથી મોટો માર પડ્યો છે.

જિયોપોલિટિક રિસ્ક (રશિયા-યુક્રેન)ને લીધે નજીકના ભવિષ્યમાં એનર્જીની કિંમતમાં વધારો થઈ શકે છે અને આગામી સમયમાં નાણાં નીતિ કડક બનતાં લિક્વિડિટીમાં ઘટાડો થઈ શકે, એમ મોર્નિંગસ્ટારના ડિરેક્ટર લોરેન ટૈને જણાવ્યું હતું. જોકે ટેક સેક્ટરમાં ઓછું એક્સપોઝર રાખતા એસિયન બજારોએ આ ટ્રેને ખારિજ કર્યો હતો.

ભારતમાં સોમવારે બે મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપનીઓના શેરોમાં સૌથી મોટો ઘટાડો થયો હતો.  બજારમાં એટલી ઝડપી વેચવાલી હતી કે મોટા રોકાણકારોને મજબૂરીમાં નીકળવાના સંકેત મળ્યા છે.