એલન મસ્કના નિશાને ટ્વિટરનાં પોલિસી હેડ વિજ્યા ગાડ્ડે?

નવી દિલ્હીઃ એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી કંપનીનાં ઊંચાં પદો પરથી કેટલાક જણની વિદાય થવાની શક્યતા છે, કેમ કે મસ્કના નિશાને કંપનીનાં પોલિસી હેડ વિજ્યા ગાડ્ડે છે. કંપનીની સેન્સરશિપથી જોડાયેલા નિર્ણયો માટે ગાડ્ડેને જ જવાબદાર ગણવામાં આવે છે.

ટ્વિટરની ભારતીય મૂળની લીગલ અને પોલિસી ટીમની હેડ વિજ્યા ગાડ્ડે હાલમાં એક મિટિંગમાં ભાવુક પણ થઈ હતી. મસ્કે વિજ્યાના એક નિર્ણયની ટીકા કરી હતી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હન્ટરના લેપટોપ પરથી કરવામાં આવેલી એક એક્સક્લુઝિવ સ્ટોરીને સેન્સર કરવા બદલ વિજ્યાને મસ્કે ઘણું સંભળાવ્યું હતું. એને લઈને મશહૂર પોડકાસ્ટ હોસ્ટ સાગર એન્જેટીએ એક ટ્વીટ પણ કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે વિજ્યા ગાડ્ડેએ હન્ટર બાઇડનની લેપટોપ સ્ટોરીને સેન્સર કરી હતી. હવે તે એલન મસ્કના ટ્વિટર ટેકઓવરથી દુખી છે. એના જવાબમાં મસ્કે લખ્યું હતું કે એક મુખ્ય ન્યૂઝ ઓર્ગેનાઇઝેશનની વાજબી સ્ટોરીને પબ્લિશ કરવા બદલ એનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવું એ ખોટું પગલું છે.

વાસ્તવમાં વર્ષ 2019માં એક અજાણી વ્યક્તિ એક લેપટોપ મરામત માટે દુકાન પર ગઈ હતી. એ દરમ્યાન એ લેપટોપથી હન્ટરનાં અનેક રહસ્યો બહાર પડ્યાં હતાં. આ લેપટોપથી ટ્રમ્પથી જોડાયેલા ઈમેઇલ, ડ્રગ્સ લેવાની સાથે મહિલાઓના સંબંધની વાતો પણ બહાર આવી હતી. એ પછી વર્ષ 2020માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં એક સ્ટોરી ન્યુ યોર્ક પોસ્ટમાં છપાઈ હતી. એ સ્ટોરીથી જોડાયેલી કેટલીક વાતો ટ્વિટર અને ફેસબુક પર પબ્લિશ કરવામાં આવી હતી. જોકે ટ્વિટર પગલું ભરતાં એ પોસ્ટને સસ્પેન્ડ કર્યું હતું. એ સમયે વિજ્યા ગાડ્ડે જ લીગલ હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]