અમદાવાદઃ એલિવેટ કેમ્પસીસ લિમિટેડ કંપનીનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે અને ઇશ્યુ 25 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ 22 સપ્ટેમ્બર રહેશે. આ ઇશ્યુમાં ઓછામાં ઓછા 41 ઇક્વિટી શેર માટે અને એના ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.

કંપની વિદ્યાર્થી ક્ષમતાને આધારે દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા ધરાવતી, સંચાલન કરતી અને મેનેજ કરતી તેમ જ કે-12 એસેટ્સની માલિકી ધરાવતું સૌથી મોટું સંસ્થાકીય અને સ્વતંત્ર એજ્યુકેશન પ્લેટફોર્મ છે. ઇક્વિટી શેરદીઠ રૂ. 343થી રૂ. 362ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ ઇશ્યુમાં રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા એટલા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય રૂ. 21,000 મિલિયન (રૂ. 2100 કરોડ) સુધીનું છે.
કંપની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEI)માં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટેની રહેઠાણ સુવિધાઓ તેમ જ કે-12 સંપત્તિઓની માલિકી ધરાવે છે, તેને ઓપરેટ કરે છે અને મેનેજ કરે છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપનીની વર્તમાન ક્ષમતા ભારતનાં 15 શહેરો અને સંયુક્ત આરબ અમીરાતના એક શહેરમાં કુલ 80,255 વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરી શકે છે. કંપની વિદ્યાર્થીઓના રહેઠાણ માટે “Good Host Spaces” અને “ScholarZ” બ્રાન્ડ હેઠળ કામગીરી કરે છે, જ્યારે કે-12 ઓપરેટર્સ સાથે લાંબા ગાળાના લીઝ કરાર હેઠળ કે-12 એસેટ્સ મેનેજ કરે છે.
New Mainboard IPO
Elevate Campuses Limited
(Formerly Good Host Spaces)Date : 23-25 September
Price Band : 343-362
Lot Size : 41Size : 2,100 Crore (Full Fresh)
FV : 1
Retail : 10%Mcap : 6,100.8 Crore
PE : 88.5x
FY24
Revenue : 362.6 Crore
Adjusted PAT : 49.8 Crore… pic.twitter.com/WbIMUL6y8v— Tanmay 🇮🇳 (@Tanmay_31_) September 18, 2026
કંપનીના પોર્ટફોલિયોમાં પોતાની માલિકીની તેમ જ મેનેજ્ડ એસેટ્સનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2026 સુધીમાં ‘Owned Portfolio’માં ભારતનાં છ શહેરોમાં આવેલા વિદ્યાર્થીઓના રહેઠાણ માટેના કુલ સાત કેમ્પસનો સમાવેશ થાય છે, જેમાં કુલ 20,368 બેડ્સ (“Owned Beds”) છે. આ ઉપરાંત, દુબઈ (યુએઈ)માં બે કે-12 એસેટ્સ પણ આ પોર્ટફોલિયોમાં સામેલ છે. ‘મેનેજ્ડ પોર્ટફોલિયો’માં વિદ્યાર્થીઓના રહેઠાણ માટેના 14 કેમ્પસનો સમાવેશ થાય છે, જેમાં 31 માર્ચ, 2026 સુધીમાં કુલ 55,487 અંડર મેનેજમેનટ હતા.

આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સની લાગુ જોગવાઈઓ અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહ્યો છે. ઇશ્યૂના ઓછામાં ઓછા 75 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે ઉપલબ્ધ રહેશે. તેમાં લાગુ નિયમોને આધીન ક્યુઆઈબી હિસ્સાના 60 ટકા સુધીના હિસ્સાની ફાળવણી એન્કર ઇન્વેસ્ટર્સને કરી શકાશે. આ ઉપરાંત, ઇશ્યૂના મહત્તમ 15 ટકાની ફાળવણી નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે કરવામાં આવશે.




