ન્યુ યોર્કઃ મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેગમેન્ટની દિગ્ગજ કંપની ડિઝની ભારે ફેરબદલની તૈયારીઓ ચાલી રહી છે. કંપને 7000 જોબ્સમાં કાપ મૂકવાનું એલાન કર્યું છે. કંપનીએ વ્યવસાયને ત્રણ સેગમેન્ટમાં વહેંચવાની યોજના બનાવી છે. કંપનીએ ડિસેમ્બર, 2022 ત્રિમાસિક પરિણામો રજૂ કર્યાં હતાં. કંપનીએ 55ડ કરોડ ડોલરના કાપની અને 7000 નોકરીઓના કાપની જાહેરાત કરી છે. કંપનીના આ છટણીના નિર્ણયથી આશરે ત્રણ ટકા કર્મચારીઓ પ્રભાવિત થશે. એક ઓક્ટોબરના આંકડા મુજબ કંપનીના આશરે 2.20 લાખ કર્મચારો છે, જેમાં 1.66 લાખ અમેરિકામાં છે.
કંપની ત્રણ સેગમેન્ટમાં વેપાર વ્યવસાયને વહેંચશે, જેમાં કંપનીનો પહેલો હિસ્સો ડિઝની એન્ટરટેઇનમેન્ટનો હશે, જેમાં એના મોટા ભાગના સ્ટ્રિમિંગ અને મિડિયા ઓપરેશન્સ સામેલ થશે. બીજું સેગમેન્ટ ESPN ડિવિઝનનો હશે, જેમાં ટીવી નેટવર્ક અને ESPN+ સ્ટ્રિમિંગ સર્વિસ હશે. જ્યારે ત્રીજું સેગમેન્ટ પાર્કસ, એક્સપિરિયન્સિસ અને પ્રોડક્ટ યુનિટનો હશે.
કંપનીએ 550 કરોડ ડોલરના ખર્ચ ઘટાડવાનો જે નિર્ણય લીધો છે, એમાં 300 કરોડ ડોલરના ખર્ચ સ્પોર્ટ્સને છોડીને બાકીના કન્ટેન્ટથી કરવામાં આવશે. આ સિવાય 250 કરોડ ડોલરનો ખર્ચ નોન-કન્ટેન્ટથી ઓછો કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ 100 કરોડ ડોલરના ખર્ચનો કાપ પાછલા ત્રિમાસિકથી કામ શરૂ થઈ ચૂક્યું છે.
કંપનીના CEO બોબ આઇગરે કંપનીના વ્યવસાયને ત્રણ સેગમેન્ટમાં વેચવાની, છટણી અને ખર્ચ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ ફેરફારોને ડિસેમ્બર, 2022માં પરિણામો રજૂ કર્યાંના થોડા સમય પછી એલાન કર્યું હતું.આ એલાન આવા સમયે થયું છે, જ્યારે એક્ટિવિસ્ટ રોકાણકાર નેલ્સન પેલ્ટઝ અને તેની કંપની ટ્રાયન મેનેજમેન્ટથી પ્રોક્સી ફાઇટ કરી રહી છે.
