ક્રીપ્ટો માર્કેટમાં નરમાશઃ આઇસી15 ઇન્ડેક્સમાં 2,499-પોઇન્ટનો ઘટાડો 

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાનો આંક જાહેર થવા પહેલાં સાવચેતીભરી સ્થિતિમાં ગુરુવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નરમાશ આવી હતી. બિટકોઇન પાછલા દિવસની વૃદ્ધિને ખોઈને ફરીથી 40,000 ડૉલરની નીચે આવી ગયો હતો. ફેબ્રુઆરી મહિનાનો અમેરિકાના ફુગાવાનો આંક 8 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત થયો છે. આ આંક છેલ્લાં લગભગ 40 વર્ષોમાં સૌથી વધારે હશે.

છેલ્લા થોડા વખતમાં જોવામાં આવ્યું છે કે ફુગાવાની સ્થિતિમાં ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડો આવે છે, કારણ કે ફુગાવાને લીધે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઝડપથી વધારો કરે એવી શક્યતા રહે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રોકાણકારોએ અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં 100 મિલ્યન ડોલરની લોંગ પોઝિશન લિક્વિડેટ કરી છે. તેમાંથી 90 ટકા પોઝિશન બિટકોઇનમાં હતી.

દુબઈમાં વર્ચ્યુઅલ એસેટ માટે નિયમનકારની સ્થાપના કરવામાં આવી છે. હવે નવો ક્રીપ્ટો કાયદો ઘડાશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.23 ટકા (2,499 પોઇન્ટ) ઘટીને 56,514 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 59,013 ખૂલીને 59,521 સુધીની ઉંચી અને 56,111 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
59,013 પોઇન્ટ 59,521 પોઇન્ટ 56,111 પોઇન્ટ 59,033

પોઇન્ટ

ડેટાનો સમયઃ 10-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)