સીડીએસએલનો સ્ટેન્ડ-એલોન અર્ધવાર્ષિક ચોખ્ખો નફો 11% વધ્યો

મુંબઈ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડના 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા છ માસિક ગાળામાં સ્ટેન્ડ એલોન ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.142 કરોડથી 11 ટકા વધીને રૂ.158 કરોડ અને કુલ આવક રૂ.250 કરોડથી 20 ટકા વધીને રૂ.298 કરોડ થઈ છે.

સીડીએસએલનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો જોકે આગલા વર્ષના રૂ.150 કરોડથી આઠ ટકા ઘટીને રૂ.138 કરોડ થયો છે. કુલ આવક રૂ.295 કરોડથી સાત ટકા વધીને રૂ.316 કરોડ થઈ છે.

સીડીએસએલ 7 કરોડથી અધિક ખાતાં ધરાવતી દેશની પ્રથમ ડિપોઝિટરી બની છે. ધનતેરસે સીડીએસએલની નાણાકીય કામગીરી જાહેર કરવાનો અમને આનંદ છે, એમ સીડીએસએલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નેહલ વોરાએ જણાવ્યું હતું.