ફિલિપ્સ આર્થિક ભીંસમાં: 4,000 કર્મચારીઓની નોકરી જશે

એમ્સટરડેમ (નેધરલેન્ડ્સ): દુનિયાની ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓમાંની એક, રોયલ ફિલિપ્સએ 4,000 લોકોને કામ પરથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે તે અનેક પડકારોનો સામનો કરી રહી છે અને એની ત્રીજા ક્વાર્ટરની કમાણી પણ ઘટી ગઈ છે.

કંપનીના નવા ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રોય જેકબ્સે કહ્યું છે કે કંપનીની કથળી ગયેલી ઉત્પાદક્તા સુધારવા માટે વિશ્વસ્તરે 4,000 જેટલી નોકરીઓમાં કાપ મૂકવાનું અનિવાર્ય બન્યું છે. કંપનીએ 1.33 અબજ યૂરો (1.31 અબજ યૂએસ ડોલર)ની ખોટ કરી છે. જેકબ્સ 12 વર્ષ સુધી આ પદ રહેલા ફ્રાન્સ વેન હોટેનના અનુગામી બન્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]