નવી દિલ્હીઃ ઈ-કોમર્સ અગ્રણી ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર 16 ઓક્ટોબરની મધરાતથી ‘બિગ બુલિયન ડેઝ’ સેલ શરૂ કર્યાના પહેલા ત્રણ દિવસમાં જ 70થી વધુ વેચાણકર્તાઓ કરોડપતિ બની ગયા છે, જ્યારે 10,000 જેટલા વેચાણકર્તાઓ લખપતિ બની ગયા છે, એમ આ કંપનીએ જણાવ્યું છે. પ્રારંભિક વેચાણના આંકડાઓ બહાર પાડતાં કંપનીએ કહ્યું હતું કે વેચાણકર્તાઓના બે દિવસના વેચાણનો ગ્રોથ ગયા વર્ષના છ દિવસના વેચાણના ગ્રોથ સમાન છે. 16 અને 17 ઓક્ટોબર દરમ્યાન ફ્લિપકાર્ટ હોલસેલ અને બેસ્ટ પ્રાઇઝ સ્ટોર્સમાં 35,000 રિટેઇલર્સ અને 18,000 કરિયાણા, ફેશન, ફેશન એક્સેસરીઝ કેટેગરીમાં વેચાણ માટે કાર્યરત હોવાનો દાવો કંપનીએ કર્યો હતો.
એમેઝોન ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે તેના પ્રાઇમ વેચાણ શરૂ થયું એના પ્રથમ 48 કલાકમાં 1.1 લાખ વેચાણકર્તાઓને ઓર્ડર મળ્યા હતા. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 3.5 લાખ ફોન EMIથી વેચ્યા હતા. કંપનીએ ઉમેર્યું હતું કે પ્રથમ 48 કલાકમાં 5000થી વધુ વેચાણકર્તાઓએ રૂ. 10 લાખનું વેચાણ કર્યું છે, જેમાંથી 66 ટકા વેચાણકર્તાઓના ઓર્ડર ટિયર-II, ટિયર-III શહેરોમાંથી મળ્યા છે.
1.1 લાખ વેચાણકર્તાઓને ઓર્ડર્સ મળ્યા છે, જેમાંથી 66 ટકા વેચાણકર્તાઓને 91 ટકા નવા ગ્રાહકો અને 66 ટકા નવા પ્રાઇમ મેમ્બર નાના શહેરોમાંથી તેમ જ પાંચ ભારતીય સ્થાનિક ભાષાઓમાં ખરીદદારી કરી છે અને ભારતના 98.4 ટકાથી વધુ ઓર્ડર્સ પિન-કોડથી માત્ર 48 કલાકમાં મળ્યા છે. આ એમેઝોન પર હકીકતમાં સૌથી મોટો ઉત્સવ છે, એમ એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ મનીષ તિવારીએ જણાવ્યું હતું.
બીજી બાજુ, સ્નેપડીલે જણાવ્યું હતું કે વેચાણકર્તાઓ 65 ટકા ઓર્ડર્સ ભારતના ટોચનાં પાંચ મેટ્રોપોલિટન શહેરોમાંથી મળ્યા છે, જેમાં દિલ્હી, એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન, કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરુનો ‘કમ મેં દમ સેલ’ના ત્રણ દિવસના વેચાણમાં કુલ ઓર્ડર્સમાં 35 ટકા હિસ્સો હતો.
કેટલાક એવા પણ ગ્રાહકો છે, જે ઓનલાઇન ખરીદી નથી કરતાં, પણ તેઓ ચીજવસ્તુઓની વધુ પસંદગી સુરક્ષા સુવિધાને લીધે ઈકોમર્સથી ખરીદી કરી રહ્યા છે. અમે અમારા પ્લેટફોર્મ પર 60 લાખ નવા ખરીદદરો જોડ્યા છે, એમ સ્નેપડીલના સંસ્થાપક કુણાલ બહેલે જણાવ્યું હતું.