ઝુકરબર્ગ કરતાં બફેટની મૂડીરોકાણની વ્યૂહરચના સફળ પુરવાર થઈ

બ્લુમબર્ગઃ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ ફરી એક વાર માર્ક ઝુકરબર્ગની તુલનાએ વધુ શ્રીમંત થયા છે, તેમની મૂડીરોકાણની સફળ વ્યૂહરચનાના દ્રષ્ટિકોણે તેમને ઝુકરબર્ગથી સફળ પુરવાર કર્યા છે. આ આ સપ્તાહે થયેલા ટેક શેરોમાં ઘટાડાનું પરિણામ છે. ટેક શેરોમાં કડાકાએ સિલિકોન વેલીના સૌથી શ્રીમંત લોકોની સંપત્તિમાં 50 અબજ ડોલરનો ઘટાડો કર્યો છે.  

વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્કની કુલ સંપત્તિ (નેટવર્થ) ગુરુવારે 25.8 અબજ ડોલર ઘટી ગઈ હતી, જે બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના ઇતિહાસમાં આ ચોથો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. તેમની આ વર્ષે 54 અબજ ડોલર નીચે છે. મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક.ના સંસ્થાપક ઝુકરબર્ગની સંપત્તિમાં 2022માં 12 ટકાનો ઘટાડો થયો અથવા 15 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

બફેટની કુલ નેટવર્થ આ વર્ષે 2.4 અબજ ડોલર વધીને 111.3 અબજ ડોલર થઈ છે, જે હવે ઝુકરબર્ગની સંપત્તિથી એક અબજ ડોલર વધુ છે. તેઓ ગયા માર્ચ પછી બ્લુમબર્ગ ઇન્ડેક્સમાં ટોચના રેન્કિંગમાં હતા.

બફેટે વેલ્યુ સ્ટોકમાં મૂડીરોકાણ કર્યું હતું, જેમણે પ્રારંભમાં ટેક શેરો અને S&P 500 ઇન્ડેક્સની જગ્યાએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. જ 9.2 ટકાની તુલનાએ 4.2 ટકા ઘટ્યા હતા અને ટેક શેરોમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

91 વર્ષીય બફેટ વિશ્વના 10 ટોચના શ્રીમંત લોકોમાં એકમાત્ર એવી વ્યક્તિ છે, જેમની કુલ સંપત્તિ વાર્ષિક ધોરણે વધારો કર્યો હતો. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી વિશ્વના 500 સૌથી શ્રીમંત લોકોની સંપત્તિમાં સંયુક્ત રૂપે 535 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]