મુંબઈ તા. 3 નવેમ્બર, 2020ઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને ચરિતાર્થ કરવાના ભાગરૂપે દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ બીઆઈએસ ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ હેઠળ ગોલ્ડની ડિલિવરી પાર પાડી છે. એક્સચેન્જે સતત પાંચમા મહિને ઓપ્શન ઈન ગુડ્સ ફ્રેમવર્ક હેઠળ ગુજરાતના અમદાવાદ ખાતેથી અત્યાર સુધીમાં રૂ.1.5 કરોડના ગોલ્ડની ડિલિવરીઝ પાર પાડી છે. આ રિફાઈન્ડ ગોલ્ડને ઓગમન્ટ એન્ટ્રપ્રાઈઝીસ પ્રા. લિ. અને પાર્કર પ્રેસિયસ મેટલ્સ એલએલપી દ્વારા એક્સચેન્જના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. આ રિફાઈનરીઝ ઉપરાંત એમ. ડી. ઓવરસીઝ પ્રા. લિ. અને સોવેરિન મેટલ્સ પ્રા. લિ. પણ બીએસઈના પેનલ પર છે જે એક્સચેન્જ પ્લેટફોર્મ પર સિરિયલ નંબરયુક્ત ગોલ્ડ બાર્સ એક્સચેન્જના પ્લેટફોર્મ પર પૂરા પાડે છે.
અગાઉ બીએસઈ તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગોલ્ડ કોન્ટ્રેક્ટના સેટલમેન્ટ માટે માત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (એલબીએમએ) દ્વારા મંજૂર કરાયેલા સિરિયલ નંબર યુક્ત ગોલ્ડ બાર્સ સ્વીકારતું હતું. એક્સચેન્જે તેના ઓેપ્શન્સ ઈન ગુડ્સ સેગમેન્ટ હેઠળ એલબીએમએ સ્ટાન્ડર્ડ અનુસારની સિલ્વરની પણ ડિલિવરીઝ ગુજરાતના અમદાવાદ સ્થિત વોલ્ટ્સ ખાતે પાર પાડી છે.
આ સિદ્ધિ વિશે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે આ ડિલિવરીઝ અને ભારતીય રિફાઈન્ડ ગોલ્ડના ખરીદકર્તા અને વેચાણકર્તા દ્વારા કરવામાં આવેલો સ્વીકાર દર્શાવે છે કે તેમને બીએસઈએ કરેલી આ પહેલ પર ભરોસો છે. આના પગલે વધુ લોકો તેમાં સામેલ થશે અને બીએસઈના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુલિયનની ડિલિવરી વધુને વધુ સ્વીકાર્ય બનશે.
બીએસઈનું સરળ ટ્રેડિંગ પ્લેટફોર્મ, ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ માટેનું મજબૂત ડિલિવરી ફ્રેમવર્ક ઝવેરીઓ, બુલિયન વેપારીઓ અને અન્ય સહભાગીઓ માટે અત્યંત લાભકારી અને કિંમતની દૃષ્ટિએ ઉત્તમ પુરવાર થયું છે. એના દ્વારા તેઓ ભાવના જોખને નિવારી શકે છે એટલું જ નહિ પણ કોન્ટ્રેક્ટની સમાપ્તિ અંતે કોમોડિટીની ડિલિવરી પણ પ્રાપ્ત કરી શકે છે.
