BSE-સ્ટાર MF પર નવો રેકોર્ડ: જૂનમાં 1.29-કરોડ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા

મુંબઈઃ BSE સ્ટાર MF પર જૂન મહિનામાં રૂ.36,232 કરોડના કુલ 1.29 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. અગાઉ મે, 2021માં 1.14 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ થયો હતો.

દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર જૂન મહિનામાં 7.83 લાખ નવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) લિસ્ટ થયા છે.  આ પૂર્વે મે 2021માં 6.88 લાખ એસઆઈપી લિસ્ટ થયા હતા.

નાણાકીય વર્ષ 20-21ના 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સની તુલનાએ આ પ્લેટફોર્મ પર નાણાકીય વર્ષ 21-22ના માત્ર ત્રણ મહિનામાં 38 ટકા એટલે કે 3.54 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે.

જૂન, 2021માં આ પ્લેટફોર્મ પરના ટર્નઓવરમાં જૂન 2020ની તુલનાએ 60 ટકાનો, વધારો થયો છે. નેટ ઈક્વિટી ઈન્ફ્લો ગયા વર્ષના જૂન મહિનાના રૂ.1,882 કરોડથી વધીને રૂ.6,072 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં નેટ ઈક્વિટી ઈન્ફ્લો રૂ.9,181 કરોડ હતો એની સામે નાણાકીય વર્ષ 2021-22માં રૂ.16,676 કરોડ રહ્યો છે, જે 82 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એ જ પ્રમાણે નાણાકીય વર્ષ 2021-22માં ટ્રાન્ઝેક્શન્સમાં ગયા વર્ષની તુલનાએ 91 ટકાનો વધારો નોંધાયો છે.

એસઆઈપી વધીને 98.80 લાખ થયા છે. ડિસ્ટ્રિબ્યુટર્સ વધીને 70,137 થયા છે.