BSE SME પ્લેટફોર્મ પર 340મી કંપની લિસ્ટ થઈ

મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર 340મી કંપની ટાઇમ્સ ગ્રીન એનર્જી (ઇન્ડિયા) લિમિટેડ લિસ્ટ થઈ હતી. ટાઇમ્સ ગ્રીન એનર્જી (ઈન્ડિયા)એ રૂ.10ની મૂળ કિંમતના 6.64 લાખ ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ. 61ની કિંમતે ઓફર કરી સફળતાપૂર્વક રૂ. 4.05 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઇશ્યુ 22 જૂન, 2021એ પૂરો થયો હતો.

ટાઇમ્સ ગ્રીન એનર્જી (ઇન્ડિયા)ની રજિસ્ટર્ડ ઓફિસ, તેલંગાણા રાજ્યના હૈદરાબાદના સોમજીગુડામાં છે. કંપની કૃષિ પેદાશોની ખેતી અને નેચરલ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, બાયોપ્રોડક્ટ્સ અને પેસ્ટિસાઈડ્સનું ટ્રેડિંગ કરે છે. કંપની મુખ્ય બે ક્ષેત્રોમાં કામ કરે છે. એક એગ્રો બિઝનેસ-એગ્રો પ્રોડક્ટ્સ અને ઓર્ગેનિક બાયો પ્રોડક્ટ્સ સહિતનાં એગ્રો કેમિકલ્સનું વિતરણ અને મહિલાઓ માટેનાં હાઇજીન અને સેફટ્ પ્રોડક્ટ્સ (સેનિટરી નેપ્કિન્સનું વિતરણ) કરે છે.

અત્યાર સુધીમાં 104 કંપનીઓ BSE SME બોર્ડમાંથી મેઇન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. BSE SME પર લિસ્ટેડ 339 કંપનીઓએ અત્યાર સુધીમાં બજારમાંથી રૂ. 3,511.88 કરોડ એકત્ર કર્યા છે અને 29 જૂન, 2021એ આ 339 કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.28,500.55  કરોડ થયું હતું. BSE આ સેગમેન્ટમાં 61 ટકા બજારહિસ્સા સાથે માર્કેટ લીડર છે.