ટ્વિટરે ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશેઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આઇટીપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ટ્વિટરે યુઝર્સનાં ખાતાંઓને બ્લોક કરવા માટે એક અમેરિકી કોપીરાઇટ કાયદાને લાગુ કર્યો, જ્યારે કંપની જ્યાં કામ કરી રહી છે અને નાણાં કમાઈ રહી છે, ત્યાંથી- ભારતમાં કાયદાઓ વિશેની જાણ કંપનીને હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે અમેરિકી ઇન્ટરનેટ મિડિયા પ્લેટફોર્મોએ ભારતના કાયદાનું પાલન કરવું પડશે, પણ તમારું વલણ અમેરિકાના કાયદાનું પાલન કરવાનું હશે, તો એ ક્યારેય સ્વીકાર્ય નથી.

ઇન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે જો તમે અમેરિકાના કોપીરાઇટ કાયદાને લાગુ કરો છો, તો તમને ભારતના કોપીરાઇટના નિયમોની માહિતી હોવી જ જોઈએ.

ટ્વિટરે અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટ હેઠળ ચાર વર્ષ પહેલાં કરવામાં આવેલી ફરિયાદને આધારે ગયા સપ્તાહે પ્રસાદનું વ્યક્તિગત ખાતું એક કલાક માટે બ્લોક કર્યું હતું.

તમે એમ કી ના શકો કે મારું વલણ અમેરિકી કાયદા પ્રમાણે યોગ્ય હતું. તેમણે કહ્યું હતું કે સોશિયલ મિડિયા કંપનીઓ ભારતમાં વેપાર કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ એમણે ભારતીય બંધારણ અને કાયદા પ્રત્યે જવાબદાર રહેવું પડશે. જો લોકશાહીએ ખોટી માહિતી, ફેક ન્યૂઝ અને મિલીભગત સામગ્રીથી બચવું – આ બધા પડકારો છે. હું સેન્સર કરવાની તરફેણમાં નથી, પણ જ્યાં સુધી આ મુદ્દાઓની વાત છે લોકશાહીએ એક સામાન્ય આધાર શોધવો પડશે, જેથી મોટી ટેક કંપનીઓ તેમને વેપાર યોગ્ય રીતે ચલાવી શકે, કમાણી કરી શકે, પણ જવાબદાર બને- અને એ ત્યારે થઈ કે જ્યારે તમે દેશના કાયદાનું પાલન કરી શકો, એમ તેમણે કહ્યું હતું.