મુંબઈ તા. 31 ડિસેમ્બર, 2021: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફએ ડિસેમ્બર, 2021માં 1.73 કરોડથી અધિક ટ્રાન્ઝેક્શન હેન્ડલ કરવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉનો વિક્રમ નવેમ્બર, 2021માં 1.68 કરોડ ટ્રાન્ઝેક્શનનો હતો. સ્ટાર એમએફ દ્વારા ડિસેમ્બરમાં રૂ.39,144 કરોડના ટ્રાન્ઝેક્શન પાર પાડવામાં આવ્યા છે.
વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બર, 2021 દરમિયાન આ પ્લેટફોર્મ પર 12.82 કરોડથી અધિક ટ્રાન્ઝેક્શન થયા છે. બીએસઈના સ્ટાર એમએફ પર ટ્રાન્ઝએક્શન્સની સંખ્યા આગલા નાણાકીય વર્ષની તુલનાએ 137 ટકા વધી છે. આ પ્લેટફોર્મમાં ડિસેમ્બર, 2021માં રૂ.206.37 કરોડના 9.01 લાખ નવી રેકોર્ડ એસઆઈપી રજિસ્ટર થયા છે. બીએસઈ સ્ટાર એમએફ પર ડિસ્ટ્રિબ્યુટર્સની સંખ્યા વધીને 71,382 થઈ છે.
બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.18,069 કરોડના 45.13 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યું છે.