બીએસઈ-સ્ટારએમએફ પર 24.08 લાખ ટ્રાન્ઝેક્શન થયા

મુંબઈ તા.14 સપ્ટેમ્બર, 2021: બીએસઈ સ્ટાર એમએફે એક જ દિવસમાં 24.08 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાનો નવો વિક્રમ કર્યો છે. આ પૂર્વેનો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ 12 જુલાઈ, 2021ના રોજ 19.51 લાખ ટ્રાન્ઝેક્શન્સનો હતો. બધાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ તેમના ટ્રાન્ઝેક્શન્સ દેશના આ સૌથી મોટા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરે છે. કોવિડ-19 મહામારી વચ્ચે પણ 13 સપ્ટેમ્બર, 2021ના રોજ આ પ્લેટફોર્મે 24.08 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કર્યા હતા.

ગયા જુલાઈ મહિનામાં 1.32 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જ્યારે ઓગસ્ટ, 2021માં એક મહિનામાં 1.41 લાખ ટ્રાન્ઝેક્શન્સ બીએસઈ સ્ટાર એમએફે પ્રોસેસ કર્યા છે. ઓગસ્ટમાં નવા 9.09 લાખ એસઆઈપી નોંધાયા હતા. આ જ મહિનામાં આ પ્લેટફોર્મના કામકાજનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના કુલ હિસ્સામાં 88 ટકા રહ્યો હતો.

બીએસી સ્ટાર એમએફનાં બિઝનેસ હેડ શ્રીમતી સ્નેહલ દીક્ષિતે કહ્યું કે આ પ્લેટફોર્મ ઉત્કૃષ્ટ કૌશલ અને ટીમ દ્વારા સર્જવામાં આવ્યું છે જે રોકાણકારોને ડિસ્ટ્રિબ્યુટર્સ અને એડવાઈઝર્સ મારફત ડિજિટલી સોદા કરવાની સુવિધા પૂરી પાડે છે. અમે વિકાસ અને વૃદ્ધિ કરતા રહીશું. .