મુંબઈઃ BSE સ્ટાર MFએ તાજેતરમાં બ્રોકરેજ મેનેજમેન્ટ સર્વિસીસ લોન્ચ કરી છે, જે ડિસ્ટ્રિબ્યુટર્સ/IFAને મૂલ્ય આધારિત સરળ સર્વિસ પૂરી પાડવાની સાથે એએમસીઝને પણ આ સર્વિસનો લાભ આપશે.
બ્રોકરેજ મેનેજમેન્ટ સર્વિસીસ સરળ, પારદર્શક, સચોટ, વિશ્વસનીય અને વિવિધ ફીચર્સથી સજ્જ છે. આ સર્વિસીસ માટે BSEએ PGIM MF, LIC MF અને ક્વોન્ટમ MF સાથે ભાગીદારી કરી છે. આ સર્વિસીસ આગામી દિવસોમાં અન્ય AMC માટે પણ ઉપલબ્ધ થશે.
સ્ટાર MF- બ્રોકરેજ મેનેજમેન્ટ સર્વિસીસમાં રેડી ટુ પ્લગ-ઈન મોડ્યુલ, મલ્ટી-ડાઈમેન્શન ડેશબોર્ડ/રિપોર્ટસ, કસ્ટમાઈઝેબલ રેટ સેટ-અપ માસ્ટર, AMC માટે ત્વરિત કેમ્પેઈન ક્રિયેશન, સચોટ બ્રોકરેજ ગણતરી, સાપ્તાહિક/માસિક અને એડ-હોક રિપોર્ટ્સ, IFA માટે સરળ બ્રોકરેજ રિસકન્સીલીયેશન અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે એક સપોર્ટ ટીમનો પણ સમાવેશ થાય છે.
આ બાબતે બીએસઈના મ્યુચ્યુઅલ ફંડ્સના બિઝનેસ હેડ ગણેશ રામે કહ્યું કે, આઈએફએ/ડિસ્ટ્રિબ્યુટર્સને મૂલ્ય વર્ધિત સર્વિસીસ પૂરી પાડવા માટે બીએસઈ સ્ટાર એમએફ અવિરત પ્રયત્નો કરી રહ્યું છે. મહામારીની પરિસ્થિતિમાં પણ BSEએ EKYC, એમપેનલમેન્ટની સમાન પદ્ધતિ, SIP પોઝ, AOF વિવર વગેરે મૂલ્ય વર્ધિત સર્વિસીસ લોન્ચ કરી છે.
