મુંબઈ તા. 10 ફેબ્રુઆરી, 2020ઃ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં એક જ દિવસમાં પ્લેટફોર્મ પર રૂ.1,075 કરોડના ટર્નઓવર સાથે 10.10 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયાનો નવો રેકોર્ડ આજે નોંધાયો હતો. અગાઉ નવેમ્બર, 2019માં 8.79 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતાં. એપ્રિલથી જાન્યુઆરી, 2020ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 4.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે.
– બીએસઈ સ્ટાર એમએફ ટ્રાન્ઝેક્શન્સમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 58 ટકાની વૃદ્ધિ થઈ છે. (જાન્યુઆરી 2018થી ડિસેમ્બર 2018ના 3.16 કરોડ ટ્રાન્ઝેક્શનની તુલનામાં જાન્યુઆરી 2019થી ડિસેમ્બર 2019 સુધી 4.99 કરોડ ટ્રાન્ઝેક્શન).
– બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મમાં ટર્નઓવરની દૃષ્ટિએ પણ 16 ટકાનો વધારો થયો છે. (જાન્યુઆરી, 2018થી ડિસેમ્બર 2018ના રૂ.1,51,185.5 કરોડની તુલનામાં જાન્યુઆરી 2019થી ડિસેમ્બર 2019 સુધી રૂ.1,75,654.7 કરોડ).
– હાલની સ્ટાર એમએફ પર એસઆઈપીની બુક સાઈઝ રૂ.1,058.28 કરોડના 36.81 લાખ એસઆઈપી છે.
– આ પ્લેટફોર્મમાં 1 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2020 સુધીમાં રૂ.32.48 કરોડના 1.13 લાખ નવી એસઆઈપી રજિસ્ટર થયા છે.
બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.1,990.7 કરોડના 2.26 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યું છે. અત્યારે પ્લેટફોર્મ પર ભારત ભરના 55,000થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર છે.