મુંબઈ તા. 11 મે, 2022: દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઈક્વિટી રોકાણની આવકનો પ્રવાહ એપ્રિલ મહિનામાં કુલ રૂ.15,890 કરોડ રહ્યો છે, જેમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો 44 ટકા એટલે કે રૂ.6,999 કરોડ રહ્યો છે. આના આગલા મહિને બીએસઈ સ્ટાર એમએફનું આ પ્રમાણ 24 ટકા અને ફેબ્રુઆરીમાં 37 ટકા રહ્યું હતું. માર્ચ મહિનામાં ઈક્વિટી રોકાણની આવકનો કુલ પ્રવાહ રૂ. 28,463 કરોડ હતો તેમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો રૂ.6,860 કરોડ રહ્યો હતો. ફેબ્રુઆરી 2022માં કુલ રૂ.19705 કરોડમાં બીએસઈનો હિસ્સો રૂ.7,302 રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2021-22માં બીએસઈ સ્ટાર એમએફ પરના ટ્રાન્ઝેક્શન્સમાં 97 ટકાનો વધારો થયો છે.