આઇસી15 ઇન્ડેક્સમાં વધુ 422 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના નવા આંકડા જાહેર થવા પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ટેરાનો સ્ટેબલકોઇન ફરી એક વાર ડોલર સાથેના તેના જોડાણને ટકાવવામાં નિષ્ફળ નીવડ્યો છે એવામાં રોકાણકારો આ ડિજિટલ એસેટમાં રોકાણ કરવાથી દૂર રહ્યા છે.

લ્યુના ફાઉન્ડેશન ગાર્ડે પોતાના સ્ટેબલ કોઇન યુએસટીનું ડોલર સાથેનું જોડાણ ટકાવી રાખવા માટે બિટકોઇનનો પોતાનો સંપૂર્ણ જથ્થો એક્સચેન્જોમાં ખસેડ્યો હોવા છતાં બિટકોઇનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો ન હતો. આ અગ્રણી ક્રીપ્ટોકરન્સીનો ભાવ 31,500 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે.

અમેરિકામાં ફુગાવાનો વૃદ્ધિદર ઘટ્યો હોવાના સંકેતો છે. બિટકોઇન પાછલા ચોવીસ કલાકના ગાળામાં 31,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઈથેરિયમ 1.5 ટકાની વૃદ્ધિ સાથે 2,400ની નજીક છે.

ટેરાનો સ્ટેબલ કોઇન યુએસટી 0.44 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. પાછલા ચોવીસ કલાકમાં તેના ભાવમાં 51 ટકાનો ઘટાડો આવ્યો છે. ટેરાનો નેટિવ કોઇન લ્યુના 88 ટકા ઘટીને 3.56 ડોલરના ભાવે પહોંચ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.92 ટકા (422 પોઇન્ટ) ઘટીને 45,425 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 45,847 ખૂલીને 47,248 સુધીની ઉપલી અને 42,909 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
45,847 પોઇન્ટ 47,248 પોઇન્ટ 42,909 પોઇન્ટ 45,425 પોઇન્ટ

ડેટાનો સમયઃ 11-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)