આઇસી15 ઇન્ડેક્સમાં વધુ 2,289 પોઇન્ટનું ધોવાણ 

મુંબઈઃ ટેક્નોલોજી સ્ટોક્સની જેમ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ ધબડકો ચાલુ રહ્યો છે. બિટકોઇન મંગળવારે ઇન્ટ્રાડે ધોરણે 30,000 ડોલરની નીચે જઈ આવ્યો હતો. અમેરિકામાં મંદી આવવાના જોખમને કારણે સ્ટોક્સ અને ક્રીપ્ટોમાં સતત ધોવાણ થઈ રહ્યું છે.

આ મહિને ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે અને જૂનમાં મળનારી બેઠકમાં પણ એટલો જ વધારો કરવામાં આવે એવી શક્યતા છે. ટેક્નોલોજી સ્ટોક્સથી ભરેલો નાસ્દાક ઇન્ડેક્સ અને બિટકોઇનના ભાવ હવે વધુ ને વધુ પ્રમાણમાં સમાન રીતે વર્તી રહ્યા છે.

સાંજના સમયે મળેલા સંકેતો મુજબ અમેરિકામાં ઈક્વિટી માર્કેટમાં સુધારો થશે એવું જણાય છે. નાસ્દાક સાથે સંકળાયેલા ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ 1.7 ટકા વધ્યા હતા, જ્યારે એસએન્ડપી 500 ઇન્ડેક્સ સાથે સંકળાયેલા ફ્યુચર્સમાં 1 ટકાનો વધારો થવાની શક્યતા છે. બિટકોઇન લગભગ છ ટકા ઘટીને 31,400ની આસપાસ ચાલી રહ્યો છે, જ્યારે બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી – બિટકોઇન ત્રણ ટકાના ઘટાડા સાથે 2,300 ડોલરની નજીક છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.75 ટકા (2,289 પોઇન્ટ) ઘટીને 45,847 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 48,136 ખૂલીને 48,404 સુધીની ઉપલી અને 42,470 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
48,136 પોઇન્ટ 48,404 પોઇન્ટ 42,470 પોઇન્ટ 45,847 પોઇન્ટ

ડેટાનો સમયઃ 10-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)