મુંબઈ: બીએસઈએ કોટન ગુરુ મહા એફપીઓ ફેડરેશન સાથે એક સમજૂતી કરાર કર્યો છે. કોટન ગુરુ મહા એફપીઓ ફેડરેશન સભ્ય ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સ અને ખેડૂતો માટે વેલ્યુ એડિશન અને માર્કેટિંગનું કામ કરે છે. આ સમજૂતી કરાર દ્વારા બીએસઈ ફેડરેશનના સભ્યોને કોટન ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સના લાભ, જોખમ સંચાલનમાં આ કોન્ટ્રેક્ટ્સનો કેવી રીતે વપરાશ કરવો એવી જાણકારી આપશે.
બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે આ પ્રસંગે કહ્યું કે બીએસઈ કોટનમાં ભાવશોધન અને રિસ્ક મેનેજમેન્ટ માટેનું અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે એટલું જ નહિ પણ એક્સચેન્જ પ્લેટફોર્મના વપરાશ કરવા માટેની પદ્ધતિઓ અંગેની જાણકારી અને જાગૃતિના પ્રસાર માટે શૈક્ષણિક કાર્યક્રમો પણ યોજે છે. આ સમજૂતી કરાર દ્વારા બીએસઈ કોટનની વેલ્યુ ચેઈનના હિતધારકોના વિશાળ વર્ગનો સંપર્ક કરી શકશે.
બીએસઈ કોટનની વેલ્યુ ચેઈનમાં સામેલ વર્ગોમાં મહારાષ્ટ્રના ખેડૂતો સહિત બધા વર્ગોમાં શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમો યોજશે. બીએસઈ કોટન ક્ષેત્રના વિકાસ માટે મંત્રાલયો અને નિયામકો સમક્ષ રજૂઆતો કરવામાં પણ સહાય કરશે.