મુંબઈઃ છેલ્લા ત્રણ મહિનાની રેકોર્ડ બ્રેકિંગ ઘટનામાં બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સમાં તાજેતરમાં રૂ.2,00,390 કરોડના દૈનિક ટ્રેડિંગ ટર્નઓવરનો વિક્રમ સર્જાયો હતો. ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સતત કામકાજ વધી રહ્યું છે. છેલ્લે 9 ઓક્ટોબર, 2020ના રોજ રૂ.1,84,655 કરોડનું સર્વોચ્ચ દૈનિક ટર્નઓવર થયું હતું.
આ પ્રસંગે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે BSE 50 કોન્ટ્રેક્ટ્સમાં વધી રહેલી ટ્રેડરોની સામેલગીરીને પગલે બજારમાં વધુ લિક્વિડિટી રહે છે. આ દર્શાવે છે કે આ કોન્ટ્રેક્ટ્સ ટ્રેડર્સ, વ્યક્તિગત રોકાણકારો અને હેજરોને કિંમતની દૃષ્ટિએ જોખમના વ્યવસ્થાપનની ઉત્તમ સુવિધા પૂરી પાડે છે.
જે સહભાગીઓ તેમના ઈક્વિટીના જોખમને હળવું કરવા માગે છે તેમના માટે સોમવારની સમાપ્તિ ધરાવતા સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સ આદર્શ સાધન છે. અતિ જોખમી વધઘટના સમયમાં સેન્સેક્સ 50 હેજિંગ માટેનું શ્રેષ્ઠ સાધન છે.
BSE ઈન્ડેક્સ ઓપ્શન્સના ટ્રેડિંગ માટે BSEનું પ્લેટફોર્મ ખર્ચની દૃષ્ટિએ ઉત્તમ છે, કારણ કે રૂ.10 કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન પર બીએસઈ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ લેતું નથી. જેમ વધુ એક્સપોઝર એમ વધુ બચત. આથી રોકાણકારો અને વેપારીઓ ભાવની મોટી વધઘટ સામે પોતાની પોઝિશનને રક્ષી શકે છે અને ટ્રાન્ઝેક્શનના ખર્ચમાં પણ બચત કરી શકે છે. બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અત્યારે ટ્રેડિંગ પર કોઈ ચાર્જ લાગતો નથી. સાથે સાથે શ્રેષ્ટ માળખાકીય સવલત, કો-લોકેશન સર્વિસીસ, લીઝ લાઈન અને ફ્રન્ટ એન્ડ સોફ્ટવેરનો લાભ મળે છે.