BSEએ eKYC સેવા પૂરી પાડવા LIC મ્યુચ્યુઅલ ફંડ સાથે ભાગીદારી કરી

મુંબઈ: BSEએ eKYC સર્વિસીસ પૂરી પાડવા LIC મ્યુચ્યુઅલ ફંડ સાથે ભાગીદારી કરી છે. 26 મે, 2020ના રોજ BSEએ આઈએફએ, ડીએફઆઈ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સ્ટોક બ્રોકર્સ માટે eKYC સર્વિસ લોન્ચ કરી હતી હવે એના ગ્રાહકોમાં એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડનો ઉમેરો થયો છે. BSE સ્ટાર એમએફમાં LIC મ્યુચ્યુઅલ ફંડ સાથેની ભાગીદારી સાથે BSEએ જાહેર કર્યું છે કે eKYC સર્વિસ હવે BSE સ્ટાર એમએફના બધા મેમ્બર્સને ઉપલબ્ધ કરવામાં આવી છે.

કોવિડ-19 મહામારીની સ્થિતિ વચ્ચે આ સર્વિસ મેમ્બરો માટે આશીર્વાદરૂપ છે. આ ભાગીદારી વિશે LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિ.ના સીઈઓ દિનેશ પતંગેએ કહ્યું, “ડિજિટલ હવે ભાવિ છે અને આવી વૈશ્વિક મહામારીના સમયમાં તો ખાસ. LIC MF દ્વારા eKYC અપનાવવાનું પગલું એ ડિજિટલ થવાની દિશામાંનું પગલું છે. eKYC સર્વિસ સંપૂર્ણ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટર માટે મહત્ત્વની છે. આ આખી પ્રક્રિયા પેપરલેસ અને સરળ છે જે નવા ગ્રાહકો માટે ઉત્તમ ઓનબોર્ડ અનુભવ બની રહે છે.”

આ સર્વિસ સ્ટારએમએફના બધા મેમ્બર્સને ઉપલબ્ધ કરવા પ્રસંગે BSEના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, “ટેકનોલોજી આધારિત સોલ્યુશન્સ અપનાવવાં એ આજના સમયની આવશ્યકતા છે. LIC મ્યુચ્યુઅલ ફંડ સાથેના વ્યૂહાત્મક જોડાણથી અમે વધુ સહભાગીઓને ચોક્કસ આકર્ષી શકીશું અને સંપૂર્ણ KYC પ્રક્રિયા વપરાશકાર સરળપણે પાર પાડી શકે એ માટેની કાર્યક્ષમતામાં વધારો કરી શકીશું.”