ફ્યુચર્સ કોન્ટ્રેક્ટની ફિઝિકલ ડિલિવરીમાં બીએસઈની સફળતા

મુંબઈ તા.4 માર્ચ, 2022: બીએસઈએ સૌપ્રથમ વાર ફેબ્રુઆરીમાં જે-34 કોટન ફ્યુચર્સ કોન્ટ્રેક્ટની ફિઝિકલ ડિલિવરી હનુમાનગઢ ખાતે પાર પાડી છે. દર માસની જેમ ફેબ્રુઆરીમાં પણ બીએસઈએ તેના ગોલ્ડ મિની ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સની ફિઝિકલ ડિલિવરીઓ એલબીએમએ ધોરણો અનુસાર અમદાવાદ ખાતે પૂરી કરી છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ  ઓફિસર સમીર પાટીલે કહ્યું કે ફિઝિકલ બજારમાં કામકાજ વધી રહ્યું છે. અમે સફળતાપૂર્વક કોટન જે-34 વેરાઈટીના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટની ડિલિવરીઓ ભારતમાં સૌપ્રથમ વાર પાર પાડી છે, જે બીએસઈએ હાંસલ કરેલું ઓર એક સીમાચિહ્ન છે.

મજબૂત ડિલિવરી ફ્રેમવર્ક સાથેના ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ માટે બીએસઈનું  ટ્રેડિંગ પ્લેટફોર્મ જ્વેલર્સ, સોના-ચાંદીના વેપારીઓ, ડીલરો અને અન્ય સહભાગીઓ માટે અત્યંત લાભકારી અને ખર્ચની દૃષ્ટિએ વધુ કાર્યક્ષમ બની રહ્યું છે. તેના પર તેઓ માત્ર ભાવના જોખમને હેજ કરી શકે છે એટલું નહિ પરંતુ કોન્ટ્રેક્ટ સમાપ્ત થયે ડિલિવરી પણ પ્રાપ્ત કરી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]