નોટબંધી બાદ હાઉસિંગ માર્કેટમાં કાળુંનાણું 75-80% ઘટ્યું

નવી દિલ્હીઃ હાઉસિંગ બ્રોકરેજ બિઝનેસમાં સક્રિય કંપની એનરોકનું કહેવું છે કે 2016ના નવેમ્બરમાં નોટબંધી લાગુ કરાઈ હતી તે પછી દેશમાં પ્રાથમિક રહેણાંક બજારમાં રોકડ સોદાઓમાં 75-80% જેટલો ઘટાડો નોંધાયો છે. મતલબ કે કાળા નાણાંના સોદાઓમાં 75-80% ટકાનો ઘટાડો થયો છે.

એનરોક કંપનીએ ટોચના સાત શહેરોના ડેવલપરો સાથે ગ્રુપ ચર્ચા કર્યા બાદ, બેન્કો પાસેથી હોમ લોન મંજૂરીની માહિતી પ્રાપ્ત કર્યા બાદ, રજિસ્ટ્રેશન દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ અને 1,500 જેટલા સેલ્સ એજન્ટો પાસેથી મેળવેલી માહિતીના આધારે આમ કહ્યું છે. હોમ લોનનું સરેરાશ કદ વધી ગયું છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે રોકડ સોદાઓ પ્રાઈમરી માર્કેટમાં ઘટ્યા છે એટલે કે ડેવલપરો દ્વારા કરાતા વેચાણમાં ઘટ્યા છે, રહેણાંક માર્કેટમાં રીસેલ સોદાઓમાં નહીં.