બજેટ 2018: સરકાર બેંક ડિપોઝિટ પર ટેક્સની મુક્તિ મર્યાદા વધારશે

નવી દિલ્હીઃ નાણાંપ્રધાન અરુણ જેટલી ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં બેંક ડિપોઝિટર્સને મોટી રાહત આપી શકે છે. જે અંતર્ગત 10 હજાર રૂપિયાની લિમિટ સરકાર વધારી શકે છે. વર્તમાન સમયમાં હોલ્ડર્સને બેંકમાં ડિપોઝિટ પૈસા પર 10 હજાર રૂપિયાથી વધારે વ્યાજ મળવા પર ઈનકમ ટેક્સ આપવો પડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાણાંપ્રધાન આશરે 20 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવેલી આ લિમિટમાં નફો કરી શકે છે. જેના કારણે એક મોટા વર્ગને રાહત મળી શકે.

 

 

 

 

 

 

 

કેવી રીતે મળશે રાહત

વર્તમાન સમયમાં ઈનકમ ટેક્સ નિયમો અનુસાર કોઈપણ બેંક અકાઉંટ હોલ્ડર્સને 10 હજાર રૂપીયાથી વધારે વ્યાજ પર ઈનકમ ટેક્સ ચૂકવવો પડે છે. દર હજાર રૂપીયાનું કેલક્યુલેશન તેના તમામ પ્રકારના એકાઉંટ્સ પર મળનારા વ્યાજની રકમને જોડીને કરવામાં આવે છે. એટલે જો કોઈ વ્યક્તિનું બેંકમાં સેવિંગ એકાઉંટ, એફડી, અને આરડી જેવા અલગ અલગ એકાઉંટ છે તો વ્યાજનું કેલક્યુલેશન તમામ એકાઉંટ પર મળેલા વ્યાજનો સરવાળો કરવામાં આવે છે. જો નાણાકીય વર્ષમાં આ રકમ 10 હજાર રૂપીયાથી વધારે હોય તો વધારાની રકમને એકાઉંટ હોલ્ડર્સની આવક માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફેબ્રુઆરીમાં રજુ થનારા બજેટમાં સરકાર આ લિમિટને વધારી શકે છે.