બ્લડપ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલની દવાના ભાવ કાબૂમાં લેવા નવો નિયમ કરતી સરકાર

નવી દિલ્હી-કેન્દ્ર સરકાર 14 પ્રકારની કોમ્બિનેશન ડ્રગ્ઝના ભાવ પર લગામ કસવાની તૈયારી કરી રહી છે..હાઇ બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓની સારવારમાં આ દવાઓ વાપરવામાં આવે છે.નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા નિવેદન બહાર પાડી આ માહિતી આપવામાં આવી હતી.

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીના નિવેદનની સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને પુષ્ટિ આપી હતી. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીના ડેપ્યૂટી ડાયરેક્ટર દ્વારા જણાવાયું હતું કે દવા નિર્માતાઓને એમઆરપી પર નવી પોલિસીનો અમલ કરવાનું કહેવામાં આવ્યું છે.

દવાઓના ભાવને નિયંત્રણમાં લેવા માટેના અગાઉના પગલાં સિંગલ ફોર્મયુલેશન ડ્રગ માટેના હતાં.જેનાથી ખાનગી દવા કંપનીઓ ઘણી વધુ કીમત વસૂલી રહી હતી.  આપહેલાં ભાવ નિયંત્રણ માટે સરકારે 2013 અને 2015માં સરકારે કોશિશ કરી ચૂકી છે કે દવાઓના ભાવ નિયંત્રણમાં આવે.

સરકારી પગલાં છતાં દવા કંપનીઓ કોમ્બિનેશન દવાના નામે ગ્રાહકો સેથી મોટી રકમ વસૂલી રહ્યાં હતાં. હવે સરકારના નવા કદમથી દવાઓના ભાવ નિયંત્રણમાં લેવામાં મોટો ફાયદો થશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે ભાવ પર નિયંત્રણ માટે રાજ્ય સરકારે નજર રાખવાની રહેશે એટલે જે તે રાજ્ય સરકારની કામગીરી પર દવાઓના ભાવમાં નિયંત્રણ થઇ શકશે.