ધનતેરસ પહેલાં પ્રણવ જ્વેલર્સે કર્યું રૂ. 100 કરોડનું કૌભાંડ

નવી દિલ્હીઃ ત્રિચીમાં પાછલા મહિને પ્રણવ જ્વેલર્સે સાત સ્ટોર્સ બંધ કર્યા હતા. કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં મૂડીરોકાણની યોજના શરૂ કરી હતી. એમાં રૂ. પાંચ લાખના મૂડીરોકાણ કરવા પર બે ટકા વ્યાજની સાથે 10 મહિના પછી 106 ગ્રામ સોના આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

આ યોજનાના 10 મહિના પૂરા થવાનાં બે સપ્તાહ પહેલાં જ્વેલરે ગ્રાહકોના ફોન ઉઠાવવાના બંધ કરી દીધા હતા. જેથી ગ્રાહકોનો ડર વધવા લાગ્યો હતો, કેમ કે જૂના દાગીનાને બદલે વગર કોઈ ચાર્જે એક વર્ષની અંદર નવા જ્વેલરી લેવાની યોજના પણ થોડા સમય પહેલાં આવી હતી. લોકોને જ્યારે નવી જ્વેલરી ના મળી તો મામલો પહોંચ્યો પોલીસમાં.

વર્ષ 2019માં રોકાણકારોએ ગોલ્ડ સેવિંગ્સ યોજનામાં છેતરપિંડીનો ભોગ બન્યા પછી આર્થિક વિંગમાં રસિકલાલ સાંકળચચંદ જ્વેલર્સની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફેબ્રુઆરી, 2022માં મુંબઈના કલ્યાણ સ્થિત એસ. કુમાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના શ્રીકુમાર લાપતા થયા હતા. એ પહેલાં તેમણે ગોલ્ડ સેવિંગ્સ સ્કીમમાં રૂ. 1.56 કરોડ રોકાણકારો પાસેથી લીધા હતા.

જ્વેલર્સની ગોલ્ડ સેવિંગ્સ સ્કીમ શરૂ કર્યા પછી રોકાણકારોને ચૂનો લગાડવાની કેટલીય ફરિયાદો પછી ઉપભોક્તા મામલાના મંત્રાલય તરફથી માત્ર એક ગાઇડલાઇન જારી કરવામાં આવી છે, એમાં કહેવામાં આવ્યું છે કે જ્વેલર પોતાની નેટવર્થના 25 ટકા વધુ પૈસા ગોલ્ડ સેવિંગ્સ સ્કીમ અથવા એડવાન્સ પર્ચેઝ સ્કીમમાં નથી લઈ શકતા.