મુંબઈઃ દેશમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક- બેંક ઓફ ઇન્ડિયાએ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023ને સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. આ સમારંભનું ઉદઘાટન MD અને CEO રજનીશ કર્ણાટકે વિડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બેંક ઓફ ઇન્ડિયા તેની તમામ શાખાઓમાં આ યોજનાને કાર્યરત કરનાર પ્રથમ બેંક છે, જેનાથી તેમને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023 હેઠળ ખાતાં ખોલવા માટે અધિકૃત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વ્યક્તિગત છોકરીઓ અથવા મહિલાઓ કે સગીર છોકરીઓ વતી વાલી મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ માટે ખાતું ખોલાવી શકે છે. ઓછામાં ઓછા રૂ. 1000 અને રૂ. 100ના ગુણાંકમાં કોઈ પણ રકમ જમા કરી શકાય છે, જ્યારે વધુમાં વધુ રૂ. 200,000 સુધીની મર્યાદામાં ડિપોઝિટ કરી શકાય છે. જેતે વ્યક્તિ દરેક ખાતાની વચ્ચે ત્રણ મહિનાના અંતરાલની સાથે ગમે તેટલાં ખાતાં ખોલાવી શકે છે. પરંતુ તેની રોકાણમર્યાદા કુલ રૂ. 2,00,000ની હોય.
આ યોજના હેઠળ જમા કરવામાં આવેલી થાપણો પર વાર્ષિક 7.5 ટકાનું આકર્ષક વ્યાજ મળશે અને તેને ત્રિમાસિક ચક્રવૃદ્ધિથી જોડીને ખાતામાં જમા કરવામાં આવશે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર હેઠળની તમામ કમાણી હાલની આવકવેરાની જોગવાઈ અનુસાર કરપાત્ર હશે. જોકે યોજના હેઠળ TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપવામાં આવશે નહીં.
ખાતું ખોલાવાની તારીખથી બે વર્ષ પછી પરિપક્વ થઈ જશે અને આ યોજના અંતર્ગત 31/03/2025 સુધી ખાતું ખોલી શકાશે. આ યોજના નોમિનેશનની સુવિધા પણ પૂરી પાડે છે. ખાતેદારના મૃત્યુની સ્થિતિમાં ખાતું સમય પહેલા બંધ કરી શકાય છે. ઉપરોક્ત શરતોના આધીન સમય કરતાં પહેલાં ખાતું બંધ કરવાની સ્થિતિમાં મૂળ રકમ પર યોજના પર લાગુ વ્યાજદર એટલે કે 7.5 ટકા ચૂકવવાપાત્ર હશે. ખાતું ખોલાવ્યાની તારીખથી છ મહિના પછી બે ટકા દંડની સાથે ગ્રાહક ઇમરજન્સીની સ્થિતિમાં અથવા પોતાના વિવેક પર ગ્રાહક દ્વારા ખાતું બંધ કરવાની વિનંતી કરી શકે છે અને લાગુ વ્યાજદર 5.5 ટકા હશે. ખાતેદાર ખાતું ખોલાવ્યાની તારીખથી એક વર્ષ પછી મળવાપાત્ર બેલેન્સના 40 ટકા સુધી આંશિક ઉપાડ પણ કરી શકે છે. આ કાર્યક્રમમાં ED પી.આર.રાજગોપાલ, એમ. કાર્તિકેયન, કોર્પોરેટ ઓફિસમાંથી સીજીએમ, જીએમ અને નેશનલ બેન્કિંગ ગ્રુપ અને ઝોનની તમામ ઓફિસોના પ્રતિનિધિઓ, જેઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.