ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં થઈ શકે છે ફેરફાર

નવી દિલ્હીઃ ડેબિટ કાર્ડથી ખરીદી આગામી થોડા સમયમાં સસ્તી બની શકે છે. આરબીઆઈ ડિજિટલ પેમેંટને વેગ આપવા માટે એક યોજના પર કામ કરી રહી છે. આરબીઆઈએ મોનેટરી પોલિસી રીવ્યૂ જાહેર કરતા સમયે જણાવ્યું કે  મર્ચંટની કેટેગરીના આધાર પર ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ચાર્જીસમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.

ડેબિટ કાર્ડથી ખરીદી થશે સરળ

આરબીઆઈએ સ્ટેટમેંટ ઓન ડેવલપમેંટ એંડ રેગ્યુલેટરી પોલિસીઝ જાહેર કરતા જણાવ્યું છે કે અત્યારના સમયમાં પોઈન્ટ ઓફ સેલ્સ પર ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શંસમાં સારો વધારો નોંધાયો છે. કેંદ્રીય બેંકે જણાવ્યું કે ગુડ્સ અને સર્વિસીઝની ખરીદી માટે મર્ચંટ્સના વ્યાપક નેટવર્ક પર ડેબિટ કાર્ડની સ્વીકૃતી વધારવા માટે મર્ચંટની કેટેગરીના આધારે ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શંસ પર લાગુ મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટના ફ્રેમવર્કમાં બદલાવ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બેંકો માટે લેવાયો નિર્ણય

આરબીઆઈએ જણાવ્યું કે એમડીઆરમાં બદલાવ લાવવાના બે ઉદ્દેશ્ય છે. એક ડેબિટ કાર્ડને વેગ આપવો અને બીજુ કે આના સાથે જોડાયેલી કંપનીઓ માટે વ્યાપાર સ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો છે. તો આ સિવાય આરબીઆઈએ ભારતીય બેંકોની વિદેશી શાખાઓ અને સબ્સિડિયરીઝને એએએ રેડેડ કોર્પોરેટ્સ સાથે જ નવરત્ન અને મહારત્ન પીએસયૂ માટે નવા ઈસીબી જોડીને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સને રિફાઈનેંસ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. આનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બેંકોની વિદેશી શાખાઓ અને સબ્સિડિયરીઝને વ્યાપારની જેમ જ તકો ઉપ્લબ્ધ કરાવવાનો છે. અત્યારે ભારતીય કોર્પોરેટ્સને પોતાના વર્તમાન ઈસીબીને ઓછી કીંમત પર ફાઈનાંસ કરવાની મંજૂરી છે. જો કે ભારતીય બેંકોની વિદેશી શાખાઓ અને સબ્સિડિયરીઝને આવા રિફાઈનેંસ એક્સટેંડ કરવાની મંજૂરી નથી.