મુંબઈ તા.9 સપ્ટેમ્બર, 2021: એક્સિસ બેન્કે તેના ગિફ્ટ સિટીમાંના આઈએફએસસી બેન્કિંગ યુનિટ મારફતે 5 અબજ ડોલરના ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ બેસલ-3 કોમ્પલાયન્ટ 4.10 ટકાની 60 કરોડ યુએસ ડોલરની એટી-1 નોટ્સ લિસ્ટ કરી છે. એક્સિસ બેન્કનો લિસ્ટ થયેલો આ પ્રથમ એટી-1 બોન્ડ ઈશ્યુ છે. આ નિમિત્તે ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે અમારા જીએસએમ ગ્રીન પ્લેટફોર્મ પર એક્સિસ બેન્કના ઈશ્યુની સફળતાને અમે વધાવીએ છીએ. અમે અમારા પ્લેટફોર્મ પર વધુને વધુ ઓફ્ફશોર બોન્ડ ઈશ્યુ લિસ્ટ થાય એ માટે પ્રયત્નશીલ છીએ.
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રાયે કહ્યું કે ગિફ્ટ આઈએફએસસી ભારતીય ઈશ્યુઅરો માટે મૂડી અને ઋણ એકત્ર કરવા માટેનું મથક બનતું જાય છે. એક્સિસ બેન્કનાં સસ્ટેનેબલ બોન્ડ એક આવકારદાયક પગલું છે. અમારો હેતુ ગિફ્ટ સિટીને ગ્રીન અને સસ્ટેઈનેબલ ફાઈનાન્સ હબ બનાવવાનો છે.
આઈએફએસસીએના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસે કહ્યું કે ઈએસજી કેટેગરી હેઠળ 60 કરોડ યુએસ ડોલરના એટી1 બોન્ડના લિસ્ટિંગથી ગિફ્ટ આઈએફએસસી સસ્ટેઈનેબિલિટી માટે મૂડી એકત્ર કરવાનું પસંદગીનું મથક બની રહેવાનો આરંભ થયો છે. ગ્લોબલ સિક્યુરિટી માર્કેટ પ્લેટફોર્મનો પ્રારંભ ઈન્ડિયા આઈએનએક્સ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં જગત ભરના રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરવા માટેનું વૈશ્વિક સ્તરનું માળખું ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.