બીએસઈ-સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર 14મી-કંપની એસ્કેન્સિવ એજ્યુકેર લિસ્ટેડ

મુંબઈ: બીએસઈ સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર 14મી કંપની એસ્કેન્સિવ એજ્યુકેર લિસ્ટ થઈ છે. એસ્કેનસિવ એજ્યુકેરે રૂ.10ની મૂળ કિંમતના 8.68 લાખ શેર્સ રૂ.26ની કિંમતે પબ્લિક ઈશ્યુ દ્વારા ઓફર કરી રૂ.2.26 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 4 જાન્યુઆરી, 2022ના રોજ સંપન્ન થયો હતો.

એસ્કેન્સિવ એજ્યુકેર લિમિટેડ પશ્ચિમ બંગાળસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ કોલકાતા ખાતે છે. કંપની તાલીમ અને કૌશલ વિકાસ ક્ષેત્રમાં કામકાજ કરે છે. કંપની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને વિવિધ ઉદ્યોગો અને ઉદ્યોગ સંગઠનોના સહયોગમાં વ્યાવસાયિક તાલીમ અને શૈક્ષણિક સલાહ પૂરી પાડે છે. કંપનીના અભ્યાસક્રમ એનએસએફક્યુ અનુપાલન ધરાવે છે. તે સેક્ટર સ્કિલ કાઉન્સિલની માન્યતા ધરાવે છે. કંપની એનએસડીસી એક્રિડિટેડ તાલીમ ભાગીદાર છે અને રાષ્ટ્રીય ધોરણે માન્યતાપ્રાપ્ત ક્વોલિફિકેશન્સ અને સ્કિલ સેટ્સ ધરાવે છે, જે ઉદ્યોગનાં ધોરણો અનુસારની છે.