‘નેશનલ યૂથ ડે’ નિમિત્તે યૂથ એંગેજમેંટ ઇન સાયન્સ (YES) વેબિનાર

અમદાવાદઃ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી ગુજકોસ્ટ, ગુજરાત સાયન્સ સિટી (જીસીએસસી), સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ, ગુજરાત સરકાર, દ્વારા યુનાઈટેડ નેશન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ –યુએનડીપી, ગુજરાત રાજ્યના સહયોગથી નેશનલ યૂથ ડેની વર્ચ્યુયલ ઉજવણી યૂથ એંગેજમેંટ ઇન સાયન્સ થીમ અંતર્ગત્ત ગઈ કાલે રોવર્ચ્યુયલ પ્લેટફોર્મ પર કરવામાં આવી હતી.

યુવાઓને વિજ્ઞાન , ટેકનૉલોજી અને ઇનોવેશન માટે પ્રોત્સાહિત કરવાના વર્ષ દરમિયાન ચાલનાર કાર્યક્રમના ભાગરૂપે આ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો રાષ્ટ્રના વિકાસ માટેના મહત્ત્વને સમજવાનો અને સંચારમાં યુવાઓને મદદરૂપ થવાનો છે.

યૂથ એંગેજમેંટ ઇન સાયન્સ પ્રોગ્રામ યુવાઓમાં ટેક્નોલોજીની સમજ અને તેની સાથે જોડાણને પ્રોત્સાહન આપવા ત્રણ પાસાંને આવરી લે તેવી રીતે તૈયાર કરવામાં આવેલો છે. 1) યુવાઓ માટે STEMમાં તકો (સાયન્સ , ટેક્નૉલોજી, એન્જીનિયરીંગ એન્ડ મેથ્સ), 2) વિજ્ઞાન સંચારના પાઠ અને 3) ઉભરાતી ટેકનોલોજીમાં યુવાઓને સાંકળવા.

વેબિનારમાં આશિષ પી. કુવેલકર – સિનિયર ડાયરેકટર સી-ડેક પૂણે, અંબિકા – ઇન્ટેલ એઆઇ લીડ કોચ, ઇન્ટેલ ઈન્ડિયા, અર્જુન કૌરવ – સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર, યુએનડીપી-ઈન્ડિયા, ગુજરાત, સિધાર્થ પરિક – હેડ, પ્રોગ્રામ ઇનિશિએટિવ, આઈક્રિએટ અને હીરાન્મય મહંતા – સીઇઓ iHub દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

કુવેલકરે તેમના સંવાદમાં ઈંડિજિનિયસ સુપર કોમ્પ્યુટર વિષે જણાવ્યું હતું, જે સિમ્ય્યુલેશન મટિરિયલ માટે શક્તિશાળી સ્ત્રોત છે અને દશકા પહેલાના કોમ્પ્યુટર કરતાં સો ગણું વધુ ઝડપી છે. યુવા પેઢી તેમની કલ્પના અને સર્જનાત્મક્તાને વેગ આપવા માટે આનો ઉપયોગ કરી શકે છે.

અંબિકાએ યૂથ એન્ડ આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ વિશે જણાવ્યું. AIએ કોમ્પ્યુટરની એવી ક્ષમતા છે જે સામાન્ય રીતે મનુષ્ય દ્વારા કરવામાં આવે છે. તેમને ઔધોગિક ક્ષેત્ર અને શૈક્ષણિક ક્ષેત્ર પરની અસરો વિષે પણ જણાવ્યું હતું.

અર્જુન કૌરવે નવીન કૌશલ્ય અને યુવા ઉધોગ સાહસિકોની વૃદ્ધિ વિષે ચર્ચા કરી હતી યુએનડીપી નોલેજ પ્રોટોકોલ અને વિકાસલક્ષી અભ્યાસક્રમ દ્વારા યુવાઓ માટે નવીનતમ સપોર્ટ અને રોજગારી આપે છે માટે સહાયક બને છે.

સિદ્ધાર્થ પરિકે યુવાઓને રોજગાર અને વિકાસ માટે કારકિર્દી માર્ગદર્શન અને ખાસ સહયોગ વિષે જણાવ્યું હતું. યૂથ એમ્પ્લોયમેંટ સર્વિસ સેંટર્સની સ્થાપના વિશે પણ એમણે જણાવ્યું. હાલમાં 2 રોજગાર સેવા કેન્દ્રો કાર્યરત છે. તેમણે સાયન્સ અને ટેક્નોલોજીના એમપાવરમેંટ વિશે પણ જણાવ્યું.

હીરાન્મય મહંતાએ ઇનોવેશનને પ્રોત્સાહન અને નવીનતમ વિચારોને માધ્યમ અને સપોર્ટ આપવા વિશે જણાવ્યું અને સાયન્સ અને ટેક્નોલોજીના એમપાવરમેંટ વિશે પણ જણાવ્યું. i-Hub નવીન અને સર્જનતામક વિચારોને મદદ પૂરી પડી આ વિચારને દુનિયા સમક્ષ લાવે છે.

ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એચ.સી. મોદીએ સામાજિક વિકાસ માટે યૂથ એમપારમેંટના મહત્વ વિષે જણાવ્યું હતું.

પ્રારંભિક સંવાદમાં ગુજકોસ્ટના એડવાઈઝર ડો. નરોત્તમ સાહુએ મહાનુભાવોનું સ્વાગત કરી YES વિશે માહિતગાર કર્યા હતા. તેમણે વિવિધ કોલેજ અને યુનિવર્સિટી વિભાગમાં સ્ટેટ STI પોલિસી અંતર્ગત સુપર કોમ્પ્યુટિંગ લેબ્સ, ડિઝાઇન લેબ્સ અને ઇનોવેટિવ લેબ્સ વિશે પણ જણાવ્યું.

વિજ્ઞાન , એન્જીનિયરીંગ સંસ્થાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ઇનોવેશન ક્લબનાં સભ્યો, કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરના કોર્ડિનેટર્સ, શિક્ષકો અને દેશભરમાંથી શિક્ષણશાસ્ત્રીઓ આ વેબિનાર સેશન્સમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા.