ભારતમાં બનશે એપલનો iPhone X, 25 હજાર જેટલી નોકરીની તકો ઉભી થશે

નવી દિલ્હીઃ એપલ કંપની વર્ષ 2019 ની શરુઆતથી ભારતમાં iPhones નું નિર્માણ શરુ કરવા જઈ રહી છે. તે ફોક્સકોનના લોકલ યૂનિટના માધ્યમથી આ કામ કરશે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાઈવાનની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર કંપની આવનારા થોડા સમયમાં જ ભારતમાં પ્રોડક્ટનું નિર્માણ શરુ કરશે. આ વિસ્તારથી ભારતમાં 25 હજાર નવી નોકરીઓનું સર્જન થશે.

સૌથી મહત્વની વાત એ છે કે ફોક્સકોન ભારતમાં પોતાના પ્રમુખ ફોન iPhone X ફેમિલી ફોન જેવા સૌથી વધારે મોંઘા મોડલ્સનું નિર્માણ કરશે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આનાથી ભારતમાં એપલનો વ્યાપાર નવા સ્તર પર પહોંચી જશે.

ફોક્સકોન પહેલાથી જ શીઓમીના ફોન બનાવી રહી છે. તમિલનાડુના ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર એમ.સી.સંપતે જણાવ્યું કે કંપની આઈફોન પ્રોડક્શનમાં રોકાણ સહિત પ્લાન્ટના વિસ્તાર પર 25 અબજ રુપિયાનું રોકાણ કરશે. તેમણે જણાવ્યું કે આનાથી 25 હજાર નવી નોકરીઓ પેદા થશે.

અત્યારસુધી એપલ બેંગ્લોરમાં વિસ્ટ્રન કોર્પના લોકલ યુનિટના માધ્યમથી ભારતમાં એસઈ અને 6એસ જેવા સસ્તા મોડલ્સ એસેમ્બલ કરતી હતી. ભારતમાં તેનું વેચાણ સસ્તા ફોન પર જ કેન્દ્રીત છે. એપલના ભારતમાં થનારા કુલ વેચાણમાં અડધાથી વધારે ભાગીદારી સસ્તા ફોનની છે. એપલે ગત વર્ષે જ પોતાનો મોંઘો ફોન iPhone X લોન્ચ કર્યો હતો પરંતુ નવા વર્ઝન iPhone XS અને XR નું વેચાણ શરુ કરવાના કારણે કંપનીએ તેનું ઉત્પાદન ઘટાડ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]