ક્રિપ્ટોમાં મૂડીરોકાણ કર્યાના અહેવાલોને આનંદ મહિન્દ્રનો રદિયો

મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્ર દેશના ટોચના ધનવાનોમાંના એક છે, પરંતુ એમણે ક્રિપ્ટોકરન્સીઓમાં મૂડીરોકાણ કરીને લાખો રૂપિયા બનાવ્યા હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે. મહિન્દ્રએ બિટકોઈન અને ઈથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીઓમાં મોટા પાયે મૂડીરોકાણ કર્યું હોવાના એક વેબસાઈટે સમાચાર છાપ્યા બાદ આનંદ મહિન્દ્રએ ટ્વિટરના માધ્યમથી એને રદિયો આપ્યો છે.

મહિન્દ્રએ લખ્યું છે કે એમણે ક્રિપ્ટોકરન્સીઓમાં એક રૂપિયાનું પણ ઈન્વેસ્ટમેન્ટ કર્યું નથી. આ સમાચાર ખોટા છે. એમણે ટ્વીટની સાથે એ સમાચારના સ્ક્રીનશોટ્સ પણ પોસ્ટ કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]