હેમા માલિનીને ‘ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર’ એવોર્ડ…

બોલીવુડ અભિનેત્રી હેમા માલિનીને 20 નવેમ્બર શનિવારે પણજીમાં 52મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ખાતે ‘ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર’ આપીને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. મથુરાનાં ભાજપનાં સંસદસભ્ય હેમા માલિનીને આ એવોર્ડ કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરના હસ્તે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્યપ્રધાન લોગનાથન મુરુગન અને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત રહ્યા હતા.

ફિલ્મ સમારોહમાં અનુરાગ ઠાકુર અને અભિનેતા સલમાન ખાન

અનુરાગ ઠાકુર અને નિર્માતા કરણ જોહર