આઇસી15 ઇન્ડેક્સમાં 1,337 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એક વાર બિટકોઇન સ્પોટ ઈટીએફની મંજૂરી બાબતે આશાવાદ પ્રસર્યો છે. એને પગલે માર્કેટમાં ગુરુવારે ઉછાળો આવ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.89 ટકા (1,337 પોઇન્ટ) વધીને 47,563 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 46,226 ખૂલીને 47,960ની ઉપલી અને 45,970 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. એમાંથી યુનિસ્વોપમાં 16.48 ટકાનો સર્વોચ્ચ વધારો નોંધાયો હતો. સોલાના, અવાલાંશ, કાર્ડાનો અને એક્સઆરપીમાં 3થી 7 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમ આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નાણાકીય માર્કેટ્સમાં વધુ પ્રમાણમાં ડિજિટલ એસેટ્સ વપરાય એ માટે પ્રયત્નશીલ છે. એના માટે એણે ડિજિટલ સિક્યોરિટીઝ સેન્ડબોક્સ નામની યોજના શરૂ કરી છે. બીજી બાજુ, કેપીએમજી કેનેડાએ અને બ્લોકચેઇન એનાલિટિક્સ કંપની ચેઇનએનાલિસીસે ક્રીપ્ટોકરન્સી સંબંધિત કૌભાંડોને નાથવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.