આઇસી15 ઇન્ડેક્સમાં 87 પોઇન્ટનો સુધારો

મુંબઈઃ અમેરિકામાં સ્ટોક ફ્યુચર્સ વધવાની સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે મામૂલી સુધારો થયો હતો. બિટકોઇન પણ 19,300ની ઇન્ટ્રાડે નીચલી સપાટીએથી સુધરીને 19,800 ડોલર પહોંચ્યો હતો.

અમેરિકામાં ફુગાવાના આંકડાઓ જાહેર થવાના છે તેના પરથી ફેડરલ રિઝર્વનું વ્યાજદર વધારવા સંબંધિત વલણ સ્પષ્ટ થશે. જો ફુગાવો વધારે હશે તો કેન્દ્રીય બૅન્ક તેને કાબૂમાં રાખવા માટે વ્યાજદરમાં મોટો વધારો કરી શકે છે.

ક્રીપ્ટો માર્કેટમાં પાછલા 24 કલાકમાં 140 મિલ્યન ડોલરના ફ્યુચર્સનાં ઓળિયાં લિક્વિડેટ કરવામાં આવ્યાં હતાં. કેટલાક રોકાણકારોના અંદાજ કરતાં ભાવ વધારે થઈ જવાને લીધે બાર કલાકના ગાળામાં મોટાભાગનાં શોર્ટ ઓળિયાં સુલટાવવામાં આવ્યાં હતાં.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.33 ટકા (87 પોઇન્ટ) વધીને 26,106 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,019 ખૂલીને 26,498 સુધીની ઉપલી અને 25,418 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ 
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
26,019 પોઇન્ટ 26,498 પોઇન્ટ 25,418 પોઇન્ટ 26,106 પોઇન્ટ

ડેટાનો સમયઃ 13-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]