અખાત્રીજે સોનું ખરીદતાં પહેલાં જાણી લો આ ખાસ વાતો…

નવી દિલ્હીઃ અક્ષય તૃતિયા પર બધા જ લોકો સોનાની ખરીદી કરે છે. સોનુ એક મુલ્યવાન ધાતુ છે અને એટલા માટે તેની ખરીદી કરતા સમયે છેતરપિંડીની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે સોનાની ક્વોલિટીની ઓળખ અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતોની જાણકારી રાખવી અત્યંત જરુરી છે.

સોનાનું મુલ્ય તેની શુદ્ધતાથી નિર્ધારિત હોય છે, જેને કેરેટમાં માપવામાં આવે છે. સોનાનું શુદ્ધ રુપ 24 કેરેટ હોય છે. જો કે 24 કેરેટ સોનું નરમ હોય છે અને તેનો આકાર બગડી પણ શકે છે. મજબૂતી અને ડિઝાઈનિંગ માટે તેમા અન્ય ધાતુઓ મીશ્રીત કરવામાં આવે છે. કેરેટ જેટલું વધારે હશે, સોનાનું આભૂષણ તેટલું જ મોંઘુ હશે.

આ શુદ્ધ સોનું છે અને સંકેત આપે છે કે તમામ 24 ભાગ શુદ્ધ છે અને તેમાં અન્ય કોઈ ધાતુનું મીશ્રણ નથી કરવામાં આવ્યું. આનો રંગ સ્પષ્ટ રુપે બ્રાઈટ યલો હોય છે અને તે અન્યની તુલનામાં વધારે મોંઘુ હોય છે. મોટાભાગના લોકો, આટલા કેરેટ સોનાના સિક્કાઓ અથવા તેને બિસ્કીટ સ્વરુપે ખરીદવાનું પસંદ કરે છે.

આનો અર્થ એ છે કે જ્વેલરીમાં 22 ભાગ સોનું છે અને શેષ 2 ભાગ અન્ય ધાતુઓ છે. આ પ્રકારનું સોનું આભૂષણ બનાવવાના ઉપયોગમાં લેવા છે, કારણ કે તે 22 કેરેટ સોના કરતા વધારે મજબૂત હોય છે. જો કે નંગો સાથે જોડાયેલા આભૂષણો માટે 22 કેરેટ સોનાને પ્રાથમિકતા આપવામાં નથી આવતી.

આ શ્રેણી 75 ટકા સોનું અને 25 ટકા તાંબા અને ચાંદી વાળી હોય છે. આ અન્ય બે શ્રેણીઓની તુલનામાં ઓછું મોંઘુ છે અને આનો ઉપયોગ સ્ટડ અને હીરાની જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે. આનો રંગ આછો પીળો હોય છે, સોનાના પરસેન્ટેજ ઓછા હોવાના કારણે, આ 22 અથવા 24 કેરેટની શ્રેણીઓની તુલનામાં મજબૂત હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]