બેંગલુરુઃ ટેલિકોમ ઓપરેટર કંપની ભારતી એરટેલે શેરબજારોને એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં 5G સેવાઓ શરૂ કરવા માટે તે અમેરિકાની ચિપ-ઉત્પાદક કંપની ક્વાલકોમ સાથે સહયોગ કરશે.
રિલાયન્સ જિયો બાદ એરટેલ દેશની નંબર-2 ટેલિકોમ ઓપરેટર છે. તે ક્વાલકોમના રેડિયો એક્સેસ નેટવર્ક પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. ક્વાલકોમ ક્લાઉડ પર આ સેવાઓનું સંચાલન કરે છે. ભારતમાં હજી 5G એરવેવ્સની હરાજી કરવામાં આવી નથી, પરંતુ વિશ્વસ્તરે અનેક ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે 5G સેવા શરૂ કરવા હોડ લગાવી છે. 5G સેવાથી ઈન્ટરનેટની સ્પીડ હાલની સ્પીડ કરતાં 20 ગણી વધારે થઈ જશે.